Tuesday, March 24, 2009
Hindi Novels - Black Hole / CH:2 जाकोब
क्रमश:...
Hindi Book : Black Hole : CH-1: वह कुंवा
SCRAPS
હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પડી ગયો હોઈશ !
**************************************
જેને અમે પ્રેમ કરતા હતા,એને અમારા પ્રેમ પર શક હતો
જ્યારે એમને અમારા પ્રેમ પર વિશ્વાશ આવ્યો.ત્યારે અમારા પર હક કોઇ ઓર નો હતો.
**************************************
અમે ઝીન્દંગી સવારી ને બેઠા..તમે આવસો એવુ વિચારી ને બેઠા.
ફક્ત તમારા એક દિલ ને જીતવા,અમે આખો સંસાર હારી ને બેઠા.....
**************************************
આવિ છે વશંત પતઝળ જોઇ જોઇ નેહસે છે માનવી કેટલુ રોઇ રોઇ ને
નથી ભુલાય એમ ભુતકાળ પાછળ જોઇ જોઇ ને, મલે છે સાચો પ્રેમ ક્યારેક જ કોઇ કોઇ ને..
**************************************
અહી જે લોકો જોવ છુ તે પામાન લાગે છે,સિકંન્દર ના સિકંન્દર છે છતા બેહાલ લાગે છે.
કદિ કોઇ ની આગળ હાથ ના ધરજે ઓ રજની,આ જગત આખુય મને નિઘૅન અને કંગાલ લાગે છે.
**************************************
જિગર ના ટુકડા ઓને વિણવા નિકળ્યો છુ.
ના જાણે કોના પ્રેમ ને શોધવા નિકળ્યો છુ.
રાત ના અંધારા મા દિવો લઇને નિકળ્યો છુ.
પ્રેમ ના નગર મા પ્રેમ ને શોધવા નિકળ્યો છુ.
**************************************
જેનાં માટે મેં છોડ્યો આ શ્વાસ,
તે જ આવીને પૂછે છે કોની છે આ લાશ.
**************************************
હોઠ અને હય્યુ ને નયન મા હરખ લાગે છે,
સાજન તણી કોય મળી અવી ખબર લાગે છે,
આયના માં તમે બહુ જોયા ના કરો,
ક્યારેક પોતની પણ નજર લાગે છે.
**************************************
પ્રેમની એમણે કદર ક્યાં રાખી છે ?
દિલની એમણે ખબર ક્યાં રાખી છે ?
મે કહ્યું મરી જઇશ તારા પ્રેમમાં,
એમણે પૂછયું કબર ક્યાં રાખી છે ???
**************************************
ઋદય તારા મહોબ્બત નો આધાર માંગે છે
તને દીન રાત ઝંખી તારો પ્યાર માંગે છે
જગત ઘેલુ થયુ છે તારી ભોળી અદા પર
અને તુ છે કે આખો સંસાર માંગે છે.......
**************************************
દિલ તમોને આપતાં આપી દીધું
પામતાં પાછુ અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!
**************************************
યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,
પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,
ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા.
**************************************
દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક ના નો અર્થ “ના” નથી હોતો.
**************************************
રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું !
તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં જામ થઈને આવશું !
**************************************
દરેક દરિયો સમજે છે કેમારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે,આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે...
**************************************
GUJARATI SCRAPS
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
- આદિલ મન્સૂરી**************************
Monday, March 23, 2009
જગતની રંગભૂમિ પર તમાશો જિંદગીનો છે, મજાનો ખેલ ઈશ્વરનો...
લક્ષ્મીકાંત દલાલ શેરબજારમાં મોટું નામ હતું. કંપનીનું નામ સાંભળીને જ એના શેરનું મૂલ્ય એ સૂંઘી લેતા. એવું જ માણસની બાબતમાં પણ હતું. સાબરકાંઠાના ત્રીસેક હજારની વસતીવાળા એ શહેરમાં કોઇ પણ માણસનું તમે નામ આપો, એટલે લક્ષ્મીકાંત એનો બજારભાવ કહી આપે.
આવા લક્ષ્મીકાંત દલાલ આજે પોતાની જુવાન દીકરી ઊર્જસ્વી જોડે બાખડી પડયા. રાત્રે આઠ વાગ્યે નિત્યક્રમ પ્રમાણે જયારે તેઓ ઘરે આવ્યા અને એમનાં પત્ની વૈભવીબહેન પાણીનો ગ્લાસ લઇને આવ્યાં એ સાથે જ શેઠજીએ ત્રાડ નાખી. ‘તમારાં રાજકુંવરી કયાં છે?’
‘મારી એકલીની દીકરી થોડી છે? તમારીયે ખરી જ ને? અને એવું તે એણે શું કરી નાખ્યું છે કે બાપડીને અમથાં-અમથાં રાજકુંવરી કહીને બોલાવો છો?’ માએ દીકરીનો પક્ષ ખેંરયો.
‘મને હડકાયો કૂતરો નથી કરડયો. અમથે અમથું નથી કહેતો. કુંવરીબા પ્રેમમાં પડયાં છે!’ ‘હેં?! કોની સાથે?’
‘છે એક લફંગો. સાવ કડકો છે કડકો. પણ નામ રાખ્યું છે એણે યુવરાજ!’
‘યુવરાજ? વાહ, કેવું સુંદર મઝાનું નામ છે!’ વૈભવીબહેનને ભાવિ જમાઇરાજાનું નામ ગમી ગયું, ‘છોકરો કેવો દેખાય છે? યુવરાજ હોય એવો જ?’ ‘દેખાવમાં તો સારો છે, દેવરાજ ઇન્દ્ર જેવો. પણ લક્ષણો દાનવનાં છે.’ ‘હાય! હાય! તો આપણી ફૂલ જેવી દીકરીનું શું થશે?’ વૈભવીબહેન ગભરાઇ ગયાં. ‘અરે, શેનું શું થશે-શું થશે’ પૂછવા માંડી? આપણે એ રાક્ષસ જોડે ઊર્જસ્વીને પરણાવીએ તો સવાલ ઊભો થાય ને?’ લક્ષ્મીકાંતે છાસિયું કર્યું.
‘પણ ધારો કે ઊર્જસ્વીએ આપણું કહ્યું ન માન્યું અને ઘરેથી ભાગી જઇને એની જોડે લગ્ન કરી લીધાં... તો..?’
‘તો બીજું શું? જે હાલ છેલ્લી ત્રણ-ત્રણ પેઢીઓથી એ કુટુંબમાં સ્ત્રીઓનાં થતાં આવ્યાં છે એ જ આપણી કુંવરીનાં થશે.’ લક્ષ્મીકાંતના ચહેરા ઉપર કડવાશ પ્રસરી ગઇ. પત્નીએ કયારનો ધરી રાખેલો પાણીનો ગ્લાસ એમણે છેક હવે હાથમાં લીધો. પછી એકીશ્વાસે બધું પાણી ગટગટાવી ગયા. હવે લક્ષ્મીકાંત મૂડમાં આવ્યા. હવે પછીની વાત પણ મજેદાર હતી.
‘બેસ.’ એમણે પત્નીનો હાથ પકડીને એમની બાજુમાં બેસાડી. પછી અવાજ ઓરડાની બહાર ન જાય એટલા ધીમા સાદે એમણે યુવરાજના પરાક્રમી પૂર્વજોનો વહીવંચો ખોલવો શરૂ કર્યો, ‘આ યુવરાજના બાપનો દાદો બત્રીસ લક્ષણો હતો! ઘરમાં દોમ-દોમ સાહ્યબી હતી. પણ ભાઇ સાહેબ સ્ત્રી-શોખની બાબતમાં રાજા-મહારાજા જેવા હતા. ઘરમાં પદમણી જેવી પત્ની હોવા છતાં ત્રણ-ત્રણ સુંદરીઓને રખાત તરીકે રાખી હતી. ત્રણેયને જુદા જુદા મકાનો લઇ આપ્યાં હતાં.’ ‘પછી શું થયું?’
‘બીજું શું થાય! જે અંજામ રાજાઓનો આવ્યો એ જ એમનો પણ આવ્યો. પહેલાં ઇજજત ગઇ, પછી પૈસો ગયો, પત્નીએ આપઘાત કરી લીધો અને રખાતોએ મોં ફેરવી લીધાં.’
‘પણ બાપદાદો આવો નાલાયક પાકયો એમાં યુવરાજનો શો વાંક?’ વૈભવીબહેન જાણે હજુયે હાથમાં આવેલો જમાઇ ગુમાવવા માંગતાં ન હતાં!
‘અરે, પણ પૂરું સાંભળી તો લે, પછી એ રાક્ષસની વકીલાત કરજે.’ લક્ષ્મીકાંત ચિડાઇ ગયા, ‘એ યુવલાનો તો આખો વંશવેલો મૂળમાંથી જ સડેલો છે. એના બાપના દાદાનો ઇતિહાસ પૂરો થયો, હવે યુવરાજના પોતાના દાદાનો ઇતિહાસ સાંભળ. એ બાપડો ગરીબીમાં ઊછરીને મોટો થયો, દેવું માથે મૂકીને દુકાને બેઠો, પૂરાં પંદર વર્ષ પરસેવો પાડીને પાછી જૂની જાહોજલાલી એણે ઊભી કરી દીધી. પણ લોહીમાં લંપટતાનો વારસો મળેલો એ કંઇ થોડો એમને એમ બેસી રહે? એના ઘરમાં પણ સુંદર, સંસ્કારી ને સુશીલ પત્ની હતી, તેમ છતાં એણે બે બજારુ બાઇઓ સાથે લફરાં કર્યા. ખાલી થઇ ગયો.
એ જ હાલ એના દીકરાના એટલે કે યુવરાજના બાપના થયા. મારા બેટાઓ બધા હવસખોર પાકયા. સાંઢ જેવા! એક સ્ત્રીથી સંતોષ ન પામે એવા ભૂખાળવા. આ યુવરાજના બાપે તો આડો આંક વાળી નાખ્યો. વીસ વર્ષના લગ્નજીવનમાં બાર તો બચ્ચાં પેદા કરી નાખ્યાં. અને તોયે એનો બાપ ધરાયો નથી. શહેરમાં સાત-આઠ બદચલન ઔરતોની જોડે એનું નામ બોલાય છે. બોલ, તું જ કહે, આવા ઘરમાં દીકરીને પરણાવાય ખરી?’ લક્ષ્મીકાંતે કરેલું વર્ણન એવું ભયંકર અને અસરકારક હતું કે વૈભવીબહેન એમની વાત સાથે સંમત થઇ જ ગયાં.
‘કયાં છે ઊર્જસ્વી? બોલાવ એને મારી પાસે!’ લક્ષ્મીકાંતે ધીમા અવાજને ‘બાય-બાય’ કરી દીધું ને બરાડાને ફરી પાછું ‘વેલકમ’ કરી નાખ્યું.
વૈભવીબહેન બંગલાના ફસ્ર્ટ ફલોર પર જઇને ઊર્જસ્વીને એના બેડરૂમમાંથી ખેંચી લાવ્યાં. ઊર્જસ્વી એ વખતે સેલફોન ઉપર યુવરાજ જોડે જ ગપ્પાં મારી રહી હતી. પ્રેમાલાપ ઉપર એક નાનકડો નોન-કમર્શિયલ બ્રેક મૂકીને એ પપ્પાની અદાલતમાં હાજર થઇ.
‘બેટા, આ યુવરાજ કોણ છે?’ લક્ષ્મીકાંતે ખોપરીમાં ધખધખતા લાવારસને કત્રિમ રીતે દબાવી રાખીને પહેલો સવાલ શાંતિપૂર્વક પૂછ્યો. આ એમની શૈલી હતી. જયારે કોઇની કડક રીતે ઊલટતપાસ કરવાની હોય ત્યારે શરૂઆત એ હંમેશાં પ્રથમ ગીઅરમાં જ કરતા હતા.
‘યુવરાજ!? ડેડી, મને ખબર નથી... હું આ નામના કોઇ છોકરાને ઓળખતી નથી.’ ઊર્જસ્વીએ રીઢા ગુનેગારની જેમ હાથ અઘ્ધર કરી દીધા.
લક્ષ્મીકાંતના અવાજે ક્ષણના હજારમા ભાગમાં ‘પિક-અપ’ પકડી લીધું. ગાડી સીધી ચોથા ગીઅરમાં દોડવા માંડી, ‘એમ..? આવડી અંગૂઠા જેવડી થઇને બાપને મૂરખ બનાવવા નીકળી છો? તને ખબર નહીં હોય કે તારો બાપ આખા જગતની ખબર ધરાવે છે. શહેરના લોકો મને કૂતરો કહે છે કૂતરો! સી.બી.આઇ.ને જેની ગંધ ન આવે એવી વાત પણ હું સૂંઘી લઉ છું. હવે જો ખોટું બોલીશ, તો તારી બત્રીસી બહાર ખેંચી કાઢીશ સાચું બોલ, કોણ છે આ યુવરાજ?’
ઊર્જસ્વી ભયભીત થઇ ગઇ. રડવા માંડી, ‘કોલેજમાં મારી સાથે ભણે છે. ખૂબ સારો છોકરો છે. અમે... હું એને ... એ મને પ્રેમ કરે છે.’
‘કાલથી તમારી પ્રેમની દુકાનનું શટર પાડી દેજે! મારી સામે એક પણ દલીલ ન કરીશ. આવતી કાલથી કોલેજમાં જવાનું બંધ. પંદર દિવસમાં હું જે છોકરો શોધી લાવું એની સાથે માંડવામાં બેસી જજે! નહીંતર તને ચીરી નાખીશ!’ લક્ષ્મીકાંત તો ફેંસલો સંભળાવીને બીજા ઓરડામાં ચાલ્યા ગયા. પણ ઊર્જસ્વી માને વળગીને કયાંય સુધી રડતી રહી. ડૂસકાં ભરતાં-ભરતાં એ એક જ સવાલ પૂછતી હતી, ‘મમ્મી, યુવરાજ બધી રીતે સારો છે. તમે એને એક વાર મળો તો ખરાં! પપ્પાને એની સામે વાંધો શો છે?’
વૈભવીબહેનને સાચા કારણની જાણ હતી, છતાં પણ એ દીકરીને જણાવી શકે તેમ ન હતાં. મર્યાદાનો બંધ નડતો હતો. પતિએ યુવરાજના પૂર્વજો માટે વાપરેલું એક વિશેષણ એમના મનમાં બરાબર ચોંટી ગયું હતું, ‘સાંઢ છે સાંઢ! એક સ્ત્રીથી સંતોષ ન પામે તેવા ભૂખાળવા!’ વૈભવીબહેનનું પિયર ગામડામાં હતું એટલે ‘સાંઢ’ શબ્દનો અર્થ એમને પૂરેપૂરી રીતે સમજાઇ ગયો હતો.
ગાયોના આખા ધણ વચ્ચે એક જ નર જેને ધણખૂંટ પણ કહે છે એ જ સાંઢ. બાપ રે! યુવરાજ જો આવો હોય તો ઊર્જસ્વીની શી દશા થાય! અરે, બીજી સ્ત્રીઓની વાત જવા દઇએ તો પણ બાપડી ઊર્જસ્વીનું તો આવી જ બને ને!
એ આખી રાત વૈભવીબહેન ઊઘી ન શકયાં. એમની કલ્પનામાં એક કામી પુરુષ એમની દીકરીને રોજ રાતે પીંખી રહ્યો હોય એવાં જ દ્દશ્યો આવતાં રહ્યાં.
લક્ષ્મીકાંતે એમની ધમકી પાળી બતાવી. પંદર દિવસની અંદર જ દીકરીને પરણાવી દીધી. એમની જ જ્ઞાતિનો સુખી પરિવારનો લાયક મુરતિયો શોધી કાઢયો. જમાઇ સુંદર, ઘાટીલો, ગોરો ચટ્ટો અને નમણો હતો. એના ચારિત્ર્યનું કપડું વોશિંગ પાઉડરથી ધોયેલું હોય એવું ઊજળું હતું.
.............
ઊર્જસ્વીને સારા ઘરમાં વળાવ્યાં પછી લક્ષ્મીકાંત અને વૈભવીબહેનની ઊઘ બેવડાઇ ગઇ હતી. જાગરણ ભરેલી રાતો હવે ભૂતકાળ બની ગઇ હતી. ત્યાં એક મધરાતે ઊર્જસ્વીનો ફોન આવ્યો. માએ ‘રિસીવ’ કર્યો. દીકરી રડી રહી હતી, ‘મમ્મી, તમે આ શું કરી નાખ્યું?! તમારો જમાઇ ‘મર્દ’ નથી! મેં પંદર દિવસ રાહ જોઇ, પણ છેવટે... એણે જ કબૂલ કરી લીધું કે એનામાં પુરુષાતન નથી. મમ્મી, મારી તો જીવનભરની રાતો ખતમ થઇ ગઇ!!!’
વૈભવીબહેને જોયું તો પતિદેવ ઘસઘસાટ ઊઘી રહ્યા હતા. એમણે પોતાની રાતો સુધારી લીધી હતી. વૈભવીબહેન પણ રડી પડયાં, ‘હે ભગવાન! આ તે કેવું નસીબ! દીકરીને સાંઢથી બચાવવા ગયાં, તો એનાં ભાગ્યમાં બળદ ભટકાયો!’ (સત્ય ઘટના) (શીષર્ક પંકિત : બી.કે. રાઠોડ)
હવાને પહેલે તુઝે, ફિર મુઝે છુઆ હોગા
ગુલાબ જિસ્મકા યૂં હી નહીં ખિલા હોગા,
હવાને પહેલે તુઝે, ફિર મુઝે છુઆ હોગા
સવારે તો હજુ અશરફીનાં ગરીબ પિતાએ ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહીને ફરિયાદ કરી હતી, ‘હે પ્રભુ! આ દુનિયાના લોકો તને દયાળુ અને પરમકપાળુ કેમ કહે છે એ જ મને તો સમજાતું નથી. મારી રતન જેવી દીકરી માટે પથ્થર જેવા મુરતિયા જ શા માટે મોકલે છે!? હું ભલે ગરીબ રહ્યો, પણ મારી દીકરી તો રાજાની કુંવરી જેવી છે ને! એનાં માટે ફલેટ અને એપાર્ટમેન્ટના સરનામા શા માટે ચીંધે છે? રાજમહેલ બતાવ તો હું માનું કે તું ભગવાન છે!’
વાત ભગવાનના અસ્તિત્વના પુરાવા સુધી જઇ પહોંચી હતી. ઈશ્વરને ય લાગ્યું હશે કે એમની હયાતી જોખમમાં છે. હવે કંઇક કરવું પડશે. એ જ દિવસે બપોરે કોઇ અજાણ્યો માણસ અંબાલાલ જાનીના ઘરે આવીને કાનમાં કહી ગયો, ‘તમારી દીકરીને જોવા માટે આજે સાંજે એક મુરતિયો આવવાનો છે. કરોડપતિ બાપનો એકનો એક દીકરો છે. જો મામલો જામી ગયો તો સમજી લેજો કે તમારી અશરફીનો ઉદ્ધાર થઇ ગયો! સાચવી લેજો... આજે સાંજે... બરાબર છ વાગ્યે...’
અંબાલાલ જાની ગરીબ હતા પણ સાવ ભિખારી જેવા ન હતા. એક ઓરડો અને એક રસોડું હતું. જિંદગી આખી ખાનગી પેઢીમાં કારકુની કરી હતી. ત્રણ દીકરીઓ, એક નાનો દીકરો અને પતિ-પત્ની એમ બે જણાં પોતે. છસો રૂપિયાની આવક અને છ જણાંના પેટ ભરવાના. કોઇના પણ મોંમાંથી સરી પડે કે ‘બહોત નાઇન્સાફી હૈ યે.’ પણ આ નાઇન્સાફી જેવું ત્યાં સુધી જ લાગે જયાં સુધી તમારી નજર અંબાલાલ જાનીની મોટી પુત્રી અશરફીનાં યૌવન છલકતાં દેહ ઉપર નથી પડી. અંબાલાલની જિંદગીના તમામ અભાવોનું સાટું સર્જનહારે અશરફીનું શરીર ઘડતી વખતે વાળી આપ્યું હતું. એનાં રૂપનું વર્ણન કરવા માટે વધારે વાકયો વેડફવાની જરૂર નથી, એટલું જ કહેવું પૂરતું છે કે અશરફીએ આજ સુધીની એક પણ વલ્ર્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ નહોતો લીધો, એ વાત સુસ્મિતા, ઐશ્વર્યા, લારા અને પ્રિયંકા માટે ફાયદેમંદ હતી!
હવે અશરફી યુવાન બની ચૂકી હતી. રૂપની પ્રતિમા લગ્નના દ્વાર પર ટકોરા મારી રહી હતી. પણ અંબાલાલ જાનીના ઉબરે જે માગાં આવે એ બધાં કેવા હોય? કોઇ પટાવાળો હોય તો કો’ક વળી હાથલારી ચલાવતો હોય. બે દિવસ પહેલાં જે મુરતિયો અશરફીને જોવા માટે આવ્યો હતો એ રેલવે સ્ટેશન પર ચોથા વર્ગનો કર્મચારી હતો.
અશરફી તો એવી ચિડાઇ ગઇ કે એને મોંઢામોંઢ સંભળાવી દીધું, ‘શું જોઇને મારો હાથ માગવા આવ્યા છો? કામ ફોર્થ કલાસ જેવું અને શોખ ફસ્ર્ટ કલાસના? આવડત મેમુ ચલાવવા જેટલીયે નથી અને સપનાં શતાબ્દી ચલાવવાનાં? ફરી વાર આ તરફ નજર ફેંકવાની હિંમત ન કરતા!’
જે વાત અશરફીએ મુરતિયાને સંભળાવી દીધી એ જ વાત, એ જ ફરિયાદ, એનાં બાપ અંબાલાલે બે દિવસ પછી ભગવાનના કાનમાં નાખી દીધી. બાપ-દીકરીનાં આક્રોશનો જવાબ આપવા માટે જ હોય એમ એ જ દિવસે બપોરના સમયે માણસ આવીને કહી ગયો, ‘તમારી દીકરીને જોવા માટે આજે સાંજે એક મુરતિયો આવવાનો છે.’
નાનકડાં ઘરમાં મોટી ધમાલ મચી ગઇ. આટલા ઓછા સમયમાં બીજું તો શું થઇ શકે, પણ મા અને ત્રણેય દીકરીઓએ ભેગાં મળીને આ નાના ઘરને સુઘડ તો બનાવી દીધું. એક ઓરડાના બનેલા મકાનની ચારે ય દીવાલોને ચમકાવી દીધી, ચારે ય ખૂણાઓને અજવાળી મૂકયા. કાથીનો ખાટલો અને ડગુમગુ થતી ખુરશીઓ હટાવી લીધી અને પડોશીને ત્યાંથી માગી લાવેલો સોફાસેટ ગોઠવી દીધો. બે ફોલ્ડિંગ ચેર્સ પણ મૂકી દીધી. બીજા પડોશીના ઘરેથી કાચની ક્રોકરી લઇ આવ્યા. દીકરાને સમજાવી દીધું, ‘તને ઇશારો કરીએ એટલે દોડતો જઇને શેરીના નાકેથી ગરમા ગરમ સમોસા અને સ્વીટ માર્ટમાંથી કાજુકતરી લઇ આવજે. અને જોજે પાછો..., એ બધાં પડીકા લઇને ઘરનાં મુખ્ય બારણેથી ન આવતો. રસોડાવાળા પાછલા બારણેથી...’ આટલું પ્રગટપણે બોલ્યા પછી અંબાલાલ જાની આ વાકયો સ્વગત બબડી ગયા, ‘કરવું પડે, ભાઇ, આવું બધું કરવું પડે! ધનવાન જમાઇ મેળવવો હોય તો આટલી બનાવટ કરવી પડે!’
સાંજે બરાબર છ વાગ્યા અને અંબાલાલ જાનીના ઘરનાં આંગણામાં એક લાંબી, ઝગારા મારતી કાર આવીને ઊભી રહી ગઇ. ડ્રાઇવરે બારણું ખોલ્યું ત્યાં તો આખી શેરીમાં સન્નાટો પ્રસરી ગયો. બોલ્યા વગર જ બધાં બોલી ઊઠયા, ‘વાહ! આપણી અશરફીને વરવા માટે સ્વયં મહારાજ ઇન્દ્ર પધાર્યા છે.’ એ સાથે જ મોંઘાદાટ વસ્ત્રો અને ચકમકતા બૂટ ધારણ કરેલો દૈવી વ્યકિતત્વ ધરાવતો એક સોહામણો યુવાન ચહેરા પરથી સ્મિત છલકાવતો બે હાથ ‘નમસ્તે’ની મુદ્રામાં જોડીને ત્યાં ઊભેલા તમામની સામે વશીકરણ રેલાવતો અંબાલાલની ‘ઝૂંપડી’ તરફ આગળ વઘ્યો.
‘નમસ્તે, વડીલ! હું અંબાર પંડયા. માફ કરજો, હું એકલો જ આવ્યો છું, પણ મારા મધર-ફાધર અમેરિકામાં છે અને...’ એણે વિનમ્રતાસૂચક વાકયોથી શરૂઆત કરી.
‘અરે, એમાં માફી શેની માગવાની? આવો! આવો! અંદર પધારો! અમારા જેવા સુદામાની ઝૂંપડીમાં તમ જેવા...’ અંબાલાલ તો ગાડી જોઇને જ એવા અંજાઇ ગયા કે રડી પડવાની અણી ઉપર આવી ગયા.
અંબાર પંડયાએ ગૃહપ્રવેશ કર્યો. પછી અંબાલાલે ચીંધેલા સોફાસેટ તરફ નજર ફેંકી. ચહેરા ઉપર પ્રગટેલા અણગમાના ભાવને તત્કાળ દબાવી દીધો. જાણે કોઇ ચાની કીટલી પાસેના લાકડાંના બાંકડા ઉપર બેસતાં હોય એમ બેઠા. પછી એમને યાદ આવ્યું કે રડમસ થઇ ગયેલા અંબાલાલના છેલ્લા વાકયોનો જવાબ તો પોતે હજુ આપ્યો જ ન હતો.
અંબારે અર્થસૂચક સ્મિત ફરકાવ્યું, ‘એવું ન બોલશો, વડીલ! ગરીબ તમે નથી, ગરીબ તો આખું જગત છે. અમારા જેવા પાંચ-પંદર લોકો પાસે મોટા-મોટા બંગલાઓ ભલે ને હોય, જામેલા ધંધાઓ ભલે ને હોય, મસમોટી ગાડીઓ અને બેંકોના ખાતાંઓમાં કરોડો-અબજો રૂપિયા ભલે ને હોય, પણ ખરા ધનવાન અમે નહીં, તમે કહેવાઓ.’
‘હેં!?!’ અંબાલાલના જડબા ખૂલી ગયા અને પછી ખુલ્લાં જ રહી ગયા.
‘હા, ધનવાન તો તમે જ છો, વડીલ! કારણ કે તમારા ઘરમાં એવી રૂપવતી કન્યા છે કે જેને જોયા પછી અપ્સરાને આપઘાત કરવાનું મન થઇ આવે. હું તમારી મોટી દીકરી અશરફીનાં વખાણ સાંભળીને એને જોવા માટે આવ્યો છું.’
અંબારના વચનો સાંભળીને આખું કુટુંબ દોડતું થઇ ગયું. વચલી દીકરી કાચના ગ્લાસમાં પાણી લઇ આવી. અંબારે બૂમ મારી, ‘ડ્રાઇવર, જરા પાણીની બોટલ લાવજે તો.’ એ સાથે જ ડ્રાઇવરે કારની ડીકીમાંથી મિનરલ વોટરની બોટલોનું આખું બોકસ જ લાવીને મૂકી દીધું. અંબારે રસોડાના બારણાં પાછળ સંતાયેલી અશરફી તરફ જોઇને કહી દીધું, ‘આજ પછી અશરફી કાયમ મિનરલ વોટર જ પીશે. રોજ સવારે મારો માણસ આવીને એક ડઝન બોટલ્સ મૂકી જશે. થોડાંક જ દિવસની તો વાત છે. પછી તો એ મારા ઘરમાં જ આવી જવાની છે ને! જો તમારા આશીર્વાદ હશે તો...’
અંબાલાલના ખુલ્લા જડબાં જો ઉઘાડ -બંધ થઇ શકતા હોત તો એમાંથી અવશ્ય એ જ વખતે આશીર્વાદના વાકયો નીકળી પડયા હોત. નાના ભાઇને સમોસા માટે દોડાવવાનો અર્થ જ ન રહ્યો. અંબારના ડ્રાઇવરે અન્નકૂટનો ડુંગર ખડકી દીધો. શહેરના જાણીતા કંદોઇની દુકાનેથી ખરીદેલી મોંઘી મીઠાઇઓ, સેન્ડવીચીઝ. પ્લાસ્ટિકના પેકેટ્સમાં હવામુકત રીતે બંધ કરાયેલા ફરસાણો. અને ઘરનાં દરેક સભ્ય માટે આણેલી કમિંતી ભેટસોગાદો. અડધા કલાકમાં જ લગ્નની વાત નક્કી કરીને અંબારકુમાર સધિાવી ગયા.
જતાં-જતાં અંબાલાલના કાનમાં ફૂંકતા ગયા, ‘જરા ઉતાવળ કરજો. કોઇ ઈર્ષાળુ આત્મા જો અમેરિકામાં બેઠેલા મારા મમ્મી-પપ્પાના કાનભંભેરણી કરશે કે તમારો દીકરો ગરીબ ઘરની કન્યા સાથે પરણવાનો છે તો મમ્મી-પપ્પા કદાચ..! હું તો એમની ગેરહાજરીમાં જ લગ્ન આટોપી લેવા માગું છું.’ અંબાલાલ પણ આ શુભ કાર્યમાં કોઇ પથરો ફેંકાય એની તરફેણમાં ન હતા.
જતાં જતાં અંબારે અશરફીનાં હાથમાં એક ઝવેરાતનું બોકસ મૂકયું, ‘અંદર સોનાની વીંટી છે. પચીસ હજારનો ડાયમંડ જડેલી વીંટી. ઉતાવળમાં ખરીદેલી છે. ખિસ્સામાં એટલું જ પરચુરણ હતું માટે સસ્તી જ.’
અઠવાડિયામાં તો લગ્ન થઇ ગયા. અંબાર ઉપાઘ્યાય શ્રીમતી અશરફી ઉપાઘ્યાયને લઇને ‘હનીમૂન’ માટે મસૂરી ઉપડી ગયા. દસ દિવસે પાછા ફર્યા. રસ્તામાં અશરફીએ પોતાનાં અંતરની વાત પતિ સાથે વ્યકત કરી, ‘સાચું કહું? મને તો તમારા જેવો જ પતિ જોઇતો હતો. કેટલું બધું સુખ આપ્યું તમે મને! આ દસ જ દિવસમાં મને આખી જિંદગીનો સંતોષ આપી દીધો. હવે પછી જેટલાં વર્ષોતમારી સાથે જીવી શકાય એને હું બોનસ જેવા સમજીશ.’
અંબારને લાગ્યું કે આ સમય થયો છે સાચી વાત કરી દેવાનો, એણે ફોડ પાડી દીધો, ‘હવે પછીના વર્ષોશા માટે, અશરફી? આ જે દસ દિવસ મેં તને સુખમાં રાખી છે ને એને જ બોનસ ગણી લેજે.’
‘હું સમજી નહીં કે તમે શું કહેવા માગો છો!’
‘હું એ કહેવા માગું છું કે...’ અંબારે ઊડો શ્વાસ ભરીને બનાવટનો બુરખો ઊતારી નાખ્યો, ‘હું કોઇ ધનવાન-બનવાન નથી. હું તો મહિને આઠ હજાર કમાતો એક સ્ટ્રગલર છું. તને જોઇને તને પામવા માટે પાગલ થઇ ઊઠેલો તારો સાચો પ્રેમી છું. આ ગાડી, કપડાં, શૂઝ બધું મિત્રોની ઉદારતાભરી ઉધારી છે. મીઠાઇઓ, મીનરલ વોટર, સોનાની વીંટી અને હનીમૂનનો ખર્ચોકુલ મળીને એક-દોઢ લાખમાં પડયું છે. ધીમે ધીમે હપ્તા દ્વારા ભરાઇ જશે.પણ સોનાની શુદ્ધ અશરફી જેવી પત્નીને પામવી હોય તો આટલું મૂડીરોકાણ તો કરવું પડે! આને માર્કેટિંગ કહેવાય, છેતરપિંડી નહીં. અને કદાચ આ છેતરપિંડી હોય તો પણ પેલી કહેવત તો તેં સાંભળી જ હશે ને! એવરીથિંગ ઇઝ ફેયર ઇન લવ એન્ડ વોર!’
આટલું કહીને જવાબની રાહ જોયા વગર જ અંબાર એની સુવર્ણમુદ્રા ઉપર ઝૂકયો. (શીર્ષક પંકિત : શહરયાર)
આથડી આરંભથી આખર સુધી, આખરે પહોંચી નદી સાગર સુધી
‘હા, સાચું છે.’ ડો. શરદ શાહે જવાબ આપ્યો. ‘તમે મને મદદ કરી શકશો?’
‘તમારી તકલીફ જણાવો. મદદ જરૂર મળશે.’ ડો. શાહના અવાજમાં એક જબરદસ્ત આશ્વાસન હતું. ‘ડોકટર, હું પાંત્રીસ વર્ષની યુવતી છું. મને આંખોની તકલીફ છે. મારા ચશ્માંના કાચ બાટલીના કાચ જેટલા જાડા છે. એનાથી મારો દેખાવ ખરાબ લાગે છે.’
‘તો આંખોના નંબર ઊતરાવી લો ને! ચશ્માં પહેરવાની જરૂર જ નહીં રહે.’ ‘એના માટે તો તમારી સલાહ લઇ રહી છું. અહીં નાઇજીરિયામાં કોઇ સારા ડોકટર નથી અને આંખના નંબર ઉતારી આપે એવા મશીનો પણ નથી.
જો યુરોપ કે અમેરિકામાં જાઉ તો લાખોનો ખર્ચ થઇ જાય. તમારા ઇન્ડિયામાં પરિસ્થિતિ કેવી છે?’ ‘મેરા ભારત મહાન. અહીં જગતભરના શ્રેષ્ઠ ડોકટરો છે અને દુનિયામાં કયાંય ન હોય એટલી સસ્તી સારવાર છે.’
‘તમે શું કરો છો? આઇ મીન, તમે શેના નિષ્ણાત...?’
‘હું સોનોલોજિસ્ટ છું. છેલ્લાં પચીસ વર્ષથી અમદાવાદમાં ખાનગી પ્રેકિટસ કરી રહ્યો છું. સંતોષ થાય એટલી કમાણી છે .’
‘તો પછી આ મેડિકલ ટૂરિઝમનું કામ કરવાનો મકસદ?’
‘પૈસા કમાવાનો તો નહીં જ. અલબત્ત, હું મારી કન્સિલ્ટંગ ફી અવશ્ય લઉ છું, બાકી ખરો આશય પરદેશના દર્દીઓને સાચું માર્ગદર્શન અને સર્વોત્તમ સારવાર પૂરી પાડવાનો છે. પૈસાની લેતી-દેતીમાં હું વચ્ચે પડતો નથી. દર્દીને જો તકલીફ પડે તો વચ્ચે હું જ ઊભેલો હોઉ છું.
ડો. શરદ શાહે બહુ ઓછાં વાકયોમાં ખૂબ મોટી વાત કહી નાખી. નાઇજીરિયન રોઝીને એમની વાત ગમી ગઇ. એણે ઇન્ડિયા આવવાની તારીખ નક્કી કરી નાખી. પછી ફરીથી ડો. શરદ શાહનો ફોન લગાડયો, ‘ડોકટર, હું આવી રહી છું. મારા માટે કોઇ સારી હોટલનો સિંગલ બેડવાળો રૂમ બુક કરાવી રાખશો?’
‘કેમ સિંગલ બેડનો કમરો? તારી સાથે બીજું કોઇ નથી આવતું? એની રિલેટિવ્ઝ? એની ફેમિલી મેમ્બર?’
‘ના, તમે છો ને? પછી મારે બીજા કોઇની શી જરૂર છે? અને હું એકલી જીવવા અને ફરવા માટે ટેવાયેલી છું, ડોકટર. આઇ એમ અનમેરિડ. હું વ્યવસાયે વકીલ છું. આઇ એમ કમિંગ, ઓ.કે.?’ રોઝીએ ફોન કાપી નાખ્યો.
‘થોડાં દિવસ પછી રોઝી ખરેખર અમદાવાદના આંગણે ઊતરી પડી.
ડો. શરદ શાહ અને એમના પત્ની મીનુબહેન એરપોર્ટ પર એને ‘રીસવિ’ કરવા માટે ગયા. એને લઇ આવ્યા અને હોટલમાં ગોઠવી પણ દીધી. રોઝી કાળી હતી, નાઇજીરિઅન હબસી હતી, પણ નમણી અને પાતળી હતી. બસ એક માત્ર તકલીફ ચશ્માંની હતી.
એ જો નીકળી જાય તો રોઝી ખરેખર રોઝ જેવી સુંદર લાગવા માંડે. બીજા દિવસ ડો. શરદ શાહ રોઝીને લઇને આંખના નિષ્ણાત ડોકટર પાસે ગયા. એની તપાસ કરાવી. બીજા બે ડોકટરોનો અભિપ્રાય પણ મેળવી લીધો. કસીને ભાવ-તાલ નક્કી કર્યો. પછી લેસર ટેકિનક દ્વારા રોઝીની આંખોના નંબરો દૂર કરવાની સારવાર શરૂ કરી. બહુ ઝડપથી ખૂબ સારું પરિણામ મળી ગયું. રોઝીનાં ચશ્માં ગયા. એની ખુશાલીને કોઇ સીમા ન રહી.
આટલા દિવસમાં તો રોઝી અને ડો. શાહના પત્ની પાક્કી બહેનપણીઓ જેવાં બની ગયાં. હોટલનો કમરો તો નામ પૂરતો રહ્યો, બાકી રોઝી તો આખો દિવસ મીનુભાભીની સાથે જ ફરતી હોય. સવારનો નાસ્તો, બપોરનું લંચ અને પછી દિવસભરનું શોપિંગ.
રાતનું ભોજન પતાવીને પછી જ એ હોટલભેગી થાય. આખા ઘર સાથે એને માયા બંધાઇ ગઇ. એક સાંજની વાત. રોઝી અને મીનુબહેન બંગલાના કમ્પાઉન્ડમાં બગીચાના હીંચકા ઉપર બેસીને અલક-મલકની વાતો કરતાં હતાં, ત્યાં અચાનક રોઝી બોલી પડી, ‘મીનુભાભી, આઇ વોન્ટ ટુ બિકમ મમ્મા! મારે એક બાળક જોઇએ છે.’
મીનુબહેન સ્તબ્ધ, ‘બાળક? પણ તું તો કુંવારી છે. પહેલાં તારે લગ્ન કરવું પડે, પછી...’ ‘નો! નો! આઇ ડોન્ટ વોન્ટ ટુ મેરી. મને લગ્નના નામ માત્રથી નફરત છે. પણ મને બાળકો ગમે છે.’
‘તો પછી દત્તક...’ ‘ના, દત્તક પણ નહીં, મારે તો પ્રેગ્નન્ટ થવું છે, નવ મહિનાની ગર્ભાવસ્થાનું સુખ માણવું છે, પ્રસિૂતની પીડા વેઠવી છે અને પછી મારી કૂખમાંથી અવતરેલાં સંતાનને ફિડિંગ કરાવવું છે.’ રોઝીની આંખમાં પાગલપન હતું અને શબ્દોમાં ઝંખના.
‘મને તો લાગે છે કે તું ગાંડી થઇ ગઇ છે, પણ વાંધો નહીં, આપણે મારા પતિને વાત કરી જોઇએ.’ મીનુબહેનને મૂંઝવણમાંથી માર્ગ કાઢયો. રોઝી શરમાઇ ગઇ. ‘ભાભી, તમે જ વાત કરી લો ને! ડો. શાહ મારા વિશે શું ધારશે?’
બીજા દિવસે સવારે બંને સ્ત્રીઓ ડરતી, શરમાતી, સંકોચાતી ડો. શરદ શાહને મળી. નાસ્તાના ટેબલ પર વાત થઇ. ડો. શાહ હસી પડયા, ‘અમારા દેશ માટે આ વાત આંચકાજનક મનાય છે, પણ તારો દેશ જુદો, તારો વેશ જુદો અને તારી માન્યતાઓ જુદી. પણ તું નાઇજીરિયા પાછી જઇને કોઇ પુરુષ કેમ શોધી નથી લેતી?’ ‘ના, મારે ઇન્ડિયન પુરુષનું બેબી જોઇએ છે. તમે કાયદાની ગૂંચ વિશે ચિંતા ન કરશો. હું વકીલ છું અને અમારા દેશનો કાયદો જાણું છું. સ્ત્રી કુંવારી હોય તો પણ જો ધારે તો મા બની શકે છે.’ રોઝીની આંખોમાં ભારતીય બાળકની મા બનવાનો દ્દઢ સંકલ્પ તરવરતો હતો.
‘રોઝી, હું તને બીજી કોઇ રીતે તો મદદ નહીં કરી શકું, પણ મારી પાસે વિજ્ઞાને આપેલો ઉપાય મોજૂદ છે. હું તને કોઇ સારા ગાયનેકોલોજિસ્ટ પાસે લઇ જઇ શકું. એ તને કોઇ અજાણ્યા વીર્યદાતાના શુક્રાણુની મદદથી ગર્ભવતી બનાવી શકે. અમે એને કત્રિમ વીર્યદાન કહીએ છીએ. તું જો રાજી હોય તો...’ રોઝી રાજી હતી. ડો. શરદ શાહે એને પૂરો એક મહિનો અમદાવાદમાં રાખી. સોનોગ્રાફીની મદદ વડે રોઝીનું અંડબીજ કયા દિવસે છૂટું પડે તે જાણ્યું. પછી ગાયનેકોલોજિસ્ટ મિત્રને ત્યાં જઇને એને આર્ટિફિશિઅલ ઇન્સેમિનેશનની સારવાર અપાવી દીધી.
અપેક્ષિત પરિણામ મેળવ્યા બાદ રોઝી નાઇજીરિયા જવા માટે રવાના થઇ. એરપોર્ટ પર મૂકવા ગયેલા મીનુબહેને રોઝીને પૂછી લીધું, ‘અલી, સાચું કહેજે, તેં શા માટે નાઇજીરિઅન પુરુષને બદલે ઇન્ડિયન પુરુષના બીજ ઉપર પસંદ ઊતારી?’
‘હું જુઠ્ઠું નહીં બોલું, ભાભી! હકીકત એ છે કે અમારા નાઇજીરિયાના પુરુષો તદ્દન બદમાશ હોય છે, જયારે ઇન્ડિયન પુરુષો... બધાં જ સંસ્કારી, સારા અને સ્ત્રીઓને મદદ કરવાની ભાવનાવાળા હોય છે. મારા શરદભાઇ જેવા!’ રોઝીએ ભીની-ભીની આંખે ડો. શાહ સામે જોયું. ડો. શરદ શાહ હસ્યા, ‘ચાલ, હવે બહુ નજર ન બગાડ! તારી દેહલતા ઉપર અમે કલમ કરી આપી છે, હવે ગુજરાતી આંબો નાઇજીરિયામાં પણ ઊગવાનો જ છે. કેરી આવે ત્યારે અમને જાણ કરવાનું ભૂલતી નહીં. ગૂડ લક!’‘ (શીર્ષક પંકિત: ‘બાબુ’)
મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી, જયારે શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે
દેવજી નારણ સોલંકી પટાવાળો હોવા છતાં દેવાનંદના વહેમમાં હતો. ત્રણ કટકે હલતો, હાલતો, ડોલતો, લચકાતો ને ઝટકાતો એ ત્રણ ટપાલો સાથે વિશ્રામ મહેતા સુધી પહોંચી ગયો અને ગરદન ઝૂકાવીને બોલ્યો, ‘યે આપકે લિયે હૈ, સર, ઔર એક બાત યાદ રખના, કલ પહલી તારીખ હૈ. એપ્રિલ મહિને કી..!’
આખી ઓફિસ તોફાની હતી. પાંસઠ વર્ષના લાભુકાકાથી લઇને પાંત્રીસ વર્ષના પ્રદીપભાઇ, નાક વગરનો નરેશ, ગુરુદીપ, પોતાની જાતને આર.કે. તરીકે ઓળખાવતો રમણ કાંતિલાલ અને સામેના કાઉન્ટર પર કામ કરતી ચાલીસ વર્ષની નર્મદાને નરગિસ બનવા માટેનું પ્રોત્સાહન આપતો સુબ્રમણ્યમ ઊર્ફે સુબ્બુ.
આખી ઓફિસમાં આંખ ઠરે એવી એક જ ચીજ હતી, વિનસ રૂપારેલ. ચોવીસ વર્ષની સૌંદર્યમૂર્તિ વિનસને જોઇને વિશ્રામને કાળઝાળ ગરમીમાં વગડા વચ્ચે ઊભેલી મીઠા જળની પરબ યાદ આવી જતી હતી. અદ્ભુત કાયાની માલિકી ધરાવતી એ કુંવારી યુવતી બહુ સંકોચપૂર્ણ અને શાલીનતાપૂર્ણ રીતભાત ધરાવતી હતી. વિશ્રામ સાથે પણ એ કામથી કામ જેવો વહેવાર રાખતી હતી. એને જોઇને વિશ્રામ શ્વાસ લેવાનું પણ ભૂલી જતો હતો એ વાતની ખબર વિનસને હશે કે કેમ એની ખબર કોઇનેય ન હતી.
દેવાનંદ પહેલી એપ્રિલની ચેતવણી આપીને ગયો, એ પછી તરત વિશ્રામે પેપર કટર વડે એક પછી એક પરબીડિયું ફોડવાની શરૂઆત કરી. પહેલો પત્ર મુંબઇથી હતો. ટેલિગ્રામ જેવું ટૂકું આદેશાત્મક લખાણ હતું : ‘કંપનીના બોસ રવિવારે બપોરે અઢી વાગે ત્યાં પહોંચી રહ્યા છે. એમને રિસીવ કરવા માટે વિશ્રામ મહેતાએ રેલવે સ્ટેશને હાજર રહેવું.’
લખાણ વાંચીને વિશ્રામ સાવધ થઇ ગયો. એના કાનોમાં ‘એપ્રિલફૂલ’નો ધમધમાટ ચાલુ થઇ ગયો. એણે બીજું પરબીડિયું ખોલ્યું. અંદરથી કાગળ સરી પડયો : ‘મિ.વિશ્રામ મહેતા, ઓફિસના તમામ કર્મચારીઓ તરફથી તમને આગોતરા પડકાર સાથે સામૂહિક ચેતવણી આપવામાં આવે છે, આવતી કાલે એપ્રિલની પહેલી તારીખ છે. અમે તમને બોકડો બનાવવાનું નક્કી કરી નાખ્યું છે.
તમે તમારી જાતને બહુ ચાલાક સમજો છો, માટે અમે તમને એક નહીં, પણ બબ્બે વાર ‘ફૂલ’ બનાવવાના છીએ. લાગી શરત? જો અમે નિષ્ફળ જઇશું તો સાંજે સાત વાગે શહેરની બહાર આવેલી ‘હોટલ અન્નપૂર્ણા’માં અમે તમને ડિનર જમાડીશું. જો તમે મૂર્ખ બની ગયા, તો ડિનરનો ખર્ચોતમારે ભોગવવો પડશે.’ લખાણની નીચે લાભુકાકાથી લઇને સોનિયા સુધીના તમામ સળીબાજોની સહીઓ હતી. અલબત્ત, વિનસ એમાંથી બાકાત હતી. એ સંસ્કારી છોકરી ભાગ્યે જ આવાં કાવતરાઓમાં ભળતી હતી.
વિશ્રામ વિમાસણમાં પડી ગયો. પહેલા પત્રનો છેદ આ બીજા પત્રથી ઊડી જતો હતો. મુંબઇથી આવી રહેલા બોસને રિસીવ કરવા માટે બપોરની સળગતી ધૂપમાં સ્ટેશને જઇને ઊભા રહેવું એટલે એપ્રિલફૂલ નંબર વન બની જવું. પણ ન જવામાંયે જોખમ હતું. કંપનીના કડક બોસ બે-ચાર મહિને જયારે પણ આ શહેરમાં પધારતા હતા, ત્યારે એમને લેવા જવાની જવાબદારી વિશ્રામના ભાગે જ આવતી હતી. આ વખતે મજાક માનીને જો પોતે ન જાય, તો કદાચ આ નોકરી જતી રહે એવી શકયતા હતી. ટૂંકમાં એક વાર તો ‘એપ્રિલફૂલ’ બનવાનું નક્કી જ થઇ ગયું!
‘બીજી વારની શકયતા આ ત્રીજી ટપાલમાં કેદ હોવી જોઇએ’ એવું બબડીને વિશ્રામે કવર ફોડયું. એના આશ્ચર્ય વચ્ચે અંદરથી સુગંધનો દરિયો નીકળી પડયો. કાગળના રંગઢંગ જ કહી આપતા હતા કે એ પ્રેમપત્ર હોવો જોઇએ. ધડકતી છાતી સાથે વિશ્રામે લખાણ વાંચવાનું શરૂ કર્યું, ‘મારી ઝંખનાની સફરના એક માત્ર સરનામા જેવા વિશ્રામ, હું મારી ભગવદ્ગીતા જેવી પવિત્ર છાતી ઉપર હાથ મૂકીને જાહેર કરું છું કે હું તમને પ્રેમ કરું છું. તમારું નામ ભલે વિશ્રામ હોય, પણ મારા માટે તમે વિસામો માત્ર નથી, તમે તો મારું ગંતવ્ય છો, પડાવ નહીં, પણ મંજિલ છો.
મકાનને તો છત હોય, તમે તો મારું આકાશ છો. હું જાણું છું કે તમને પણ હું ગમું છું. પણ તમે સારા છો, સંસ્કારી છો અને આજના યુવાનોમાં જોવા ન મળે તેટલા સંકોચશીલ છો. તમારી સજજનતા તમારા પ્રેમની કબૂલાત કરવામાં તમને આડે આવી રહી છે. પણ હું તમને ગુમાવવા નથી માગતી. મારે તમારા જેવો જ પુરુષ પતિ તરીકે જોઇએ છે. આપણે એક જ ઓફિસમાં સાથે કામ કરતાં હોવા છતાં હું તમને ‘આઇ લવ યુ’ કહી શકતી નથી.
એટલી હિંમત કયાંથી લાવું? છેવટે જીભનું કામ આ કાગળ પાસેથી લેવાનું નક્કી કર્યું છે. આવતી કાલે સાંજે સાત વાગે ‘હોટલ અન્નપૂર્ણા’ માં મળી શકાય? જો તમે મને ચાહતા હશો તો જરૂર આવી જજો. ત્યાં સાંજના સમયે ખાસ ભીડ નથી હોતી. પચીસમા વર્ષના પડાવ ઉપર ઊભેલું એક અબોટ યૌવન એની ચાહતનો અઘ્ર્ય હાથને બદલે હૈયામાં ધરીને તમારી પ્રતીક્ષા કરી રહ્યું હશે. જો તમે નહીં આવો તો હું સમજીશ કે લખચોરાશીમાંનો એક ફેરો ખાલી ગયો છે.’
પત્ર વાંચીને એક ક્ષણ માટે તો વિશ્વાસ પાગલ-પાગલ થઇ ગયો. એના રૂંવે-રૂંવે ‘વિનસ-વિનસ’નો નામોચ્ચાર ફૂટી નીકળ્યો. એનું ચાલે તો એ અત્યારે જ વિનસના ટેબલ પાસે દોડી જાય અને એને આલિંગનમાં જકડી લે. પણ... પણ... એક-બે મુદ્દા બેડી બનીને એના પગને જકડી રહ્યા હતા. એક તો પત્રમાં કયાંય ‘વિનસ’નું નામ ન હતું અને બીજું, આવતી કાલે પહેલી એપ્રિલ હતી. એપ્રિલફૂલ નંબર ટુની તમામ શકયતાઓ આ પ્રેમપત્રમાંથી ઊગી રહી હતી.
માથે હાથ દઇને વિશ્રામ વિચારી રહ્યો : ‘શી દશા કરી છે મારા બેટા આ બદમાશોએ! જાણું છું કે હું એપ્રિલફૂલ બનવાનો છું, તેમ છતાં બેમાંથી એક પણ કામ ટાળી શકાય તેવું નથી. જો બોસને લેવા ન જાઉ તો નોકરી જાય છે અને સાંજે ‘હોટલ અન્નપૂર્ણા’ પર ન પહોચું તો છોકરી ચાલી જાય છે. શું કરું? બબ્બે વાર સામે ચાલીને મૂર્ખ બનવાનું અને ઉપરથી આ દસ જણાને જમાડવાનો ખર્ચ ભોગવવાનો!’
જિંદગીમાં કયારેક આવી દુવિધાપૂર્ણ પરિસ્થિતિ આવતી જ હોય છે, એક તરફ સિંહ અને બીજી તરફ વાઘ! ગમે તે દિશામાં જાવ, મરવું ફરજિયાત. વિશ્રામે વધુ સારું અને વધારે સલામત મોત પસંદ કર્યું. એણે નક્કી કર્યું કે એ બપોરે રેલવે સ્ટેશને પણ જશે અને સાંજે ‘હોટલ અન્નપૂર્ણા’ પર પણ જશે.
..............
રેલવે સ્ટેશને એક કલાક તપ કર્યું. ગાડી આવી, પણ બોસ ન આવ્યા. ગાડી ઊપડી ગયા પછી એક કૂલી આવીને વિશ્રામના હાથમાં કાગળની ચબરખી પકડાવી ગયો, ‘કોઇ સા’બ આકર દે ગયે હૈ.’ વિશ્રામે કાગળ હાથમાં લીધો. એમાં એક ગધેડો ચિતરેલો હતો, જેનો ચહેરો વિશ્રામના જેવો હતો. ગધેડાના પેટ ઉપર લખેલું હતું : હું એપ્રિલફૂલ છું. હા...હા...હા...હા..!
એક વાર તો મૂર્ખ બની ગયો. હવે સાંજનો વારો હતો. પણ ગયા વિના છૂટકો જ કયાં હતો? બરાબર નિર્ધારિત સમયે વિશ્રામ ‘હોટલ અન્નપૂર્ણા’ પર જઇ પહોંરયો. ત્યાં માણસોની ભીડ તો હતી, પણ એનું પરિચિત હોય એવું કોઇ જ ત્યાં હાજર ન હતું. એ કંટાળીને એક ખાલી ટેબલ પાસેની ખુરશીમાં બેસી ગયો. ત્યાં વેઇટર આવ્યો, ‘સર, તમારું જ નામ વિશ્રામ છે?’ ‘હા, કેમ?’
‘લો, આ ચિઠ્ઠી. તમારા માટે છે. કલાક પહેલાં જ પાંચ જણાં આપી ગયા.’
વિશ્રામે વાંરયું, ‘દોસ્ત વિશ્રામ, તારા જેવા ગધેડાઓ દુનિયામાં કેટલા હશે? એક જ દિવસમાં બબ્બે વાર મૂર્ખ બની ગયો ને? એક વાર રેલવે સ્ટેશને અને બીજી વાર અહીં. ‘હોટલ અન્નપૂર્ણા’માં વિનસ પણ નથી અને અમે પણ નથી. હવે અમને જમાડવા માટે ‘હોટલ ડાન્સ એન્ડ ડાઇન’ પર આવી જાવ. વી ઓલ આર વેઇટિંગ ફોર યૂ. હા...હા...હા...હા..!’
અને ત્યાં જ સામેથી વિનસ આવતી નજરે પડી. જોગાનુજોગ જ હશે! પણ એ સીધી જ વિશ્રામના ટેબલ પાસે આવીને ઊભી રહી, ‘વિશ્રામ, તમે? તમે અહીં કયાંથી? હું તો અવાર-નવાર અહીં આવતી હોઉ છું. મારી આ ફેવરિટ જગ્યા છે. પણ તમને કયારેય અહીં જોયા નથી. વ્હોટ એ સરપ્રાઇઝ!’ ‘આમાં સરપ્રાઇઝ જેવું કશું નથી, દેવીજી! હું આજે માણસ નહીં, પણ ગધેડો બનીને આવ્યો છું. લો, વાંચો આ પ્રેમપત્ર, એટલે બધુંય સમજાઇ જશે. કો’કે તમારા નામે મને..! જોકે એમાં તમારું પણ નામ નથી, પણ મને ભ્રમ થયો કે આ રૂપસુંદરી તમે જ હોવાં જોઇએ. એટલે હું ગધેડો બની ગયો, બાકી.’
વિશ્રામ હતાશાગ્રસ્ત બનીને બકવાસ પર ચડી ગયો હતો અને એ દરમિયાન વિનસ પેલો પ્રેમપત્ર વાંચી રહી હતી. જયારે વિશ્રામે બંધ કર્યું, ત્યારે વિનસે બોલવાનું શરૂ કર્યું, ‘વિશ્રામ, આ પત્ર ભલે મેં નથી લખ્યો, પણ એની એક-એક લીટી સાચી છે. કોઇએ પોતાના શબ્દોમાં મારી લાગણીને વાચા આપી છે. તમે ગધેડા નથી, વિશ્રામ! તમે મારા સપનાના રાજકુમાર છો, થનગનતા ઘોડા ઉપર બેઠેલા હણહણતા અસવાર.’ અહીં પ્રેમીઓનું તારામૈત્રક રચાઇ રહ્યું હતું, ત્યારે ‘હોટલ ડાન્સ એન્ડ ડાઇન’માં બેઠેલા કાવતરાખોરો ઊચા-નીચા થઇ રહ્યા હતા. આખરે, સુબ્બુથી ન રહેવાયું, ‘અય્યોયો! કોઇ જાકર તપાસ તો કરો. વો ગઘ્ધા અબ્બી તક આયા કયું નહીં? વો હમકુ તો ફૂલ નહીં બના રહા હૈ ના?’
(શીર્ષકં પંકિત : આદિલ મન્સૂરી)
તારે આ રમત જે રીતે રમવી હો રમી લે ભૂલીશ ના કે તારા પછી મારો દાવ છે
પચીસ વર્ષનો ભગીરથ સરકારી નોકરી પૂરી કરીને સાંજના પાંચ વાગ્યાના સુમારે સાઇકલ પર બેસીને ઍના ઘર તરફ આવી રહ્યો હતો, ત્યાં શેરીના નાકે શãકતદાદાઍ ઍને આંતર્યો.
‘અલ્યા ઍ...ય... બામણ..! ઊભો રહે!’ શãકતદાદાનું ફરમાન છૂટે ઍટલે વહેતી હવાઍ પણ થંભી જવું પડે. ભગીરથ તો સાવ પામર જીવ ગણાય. ઊભો રહી ગયો. શãકતદાદાના પહાડ જેવા શરીરની આડશમાં સંતાઈને ઊભેલા ગજૉધરને જૉઇને ભગીરથ સમજી તો ગયો કે મામલો શો હોઈ શકે! પણ વાત તો કરવી જ પડે ઍટલે સાવ ઢીલાઢફ અવાજે ઍણે પૂછી લીધું, ‘શãકતદાદા, વાત શું છે?’
શãકતદાદાઍ આગલી રાતે ઢીંચેલો મહુડો આંખમાં છલકાવ્યો, ‘તું આ ગજૉધરની છોડીના ચક્કરમાં છે ઍ વાત સાચી છે?’
‘દાદા, તમે ધારો છો ઍવું કશું નથી. અમે... પ્રેમ કરીઍ છીઍ. ગૌતમી પણ... મને ચાહે છે. અમે... લગ્ન...’ ભગીરથે ખૂબ પ્રયત્ન કર્યોત્યારે માંડ આટલાં ત્રૂટક-ત્રૂટક વાકયો બોલી શકયો.
અને પછી તરત ભગીરથ પોતે ઊખડી પડેલા ઞાડની જેમ તૂટી પડયો. શãકતદાદાનો ગદા જેવો હાથ ઍના ગાલ ઉપર વિંઞાયો ને ઍની દેહાકૃતિ બદલાઈ ગઈ. કાનમાં તમરા બોલી ગયા. ઍમાં શãકતદાદાની ત્રાડ ઉમેરાઈ ગઈ, ‘બામણની ન્યાત છોડીઓ વગરની થઈ ગઈ છે કે તારે બીજે ઞાંવા નાખવા પડે છે? આજ પછી જૉ તારી જબાન પર ગૌતમીનું નામ આવ્યું છે તો તારી જીભ કાપી નાખીશ. કયારેય ઍના ઘર તરફ જૉયું છે, તો આખી જિંદગી માટે આંધળો કરી નાખીશ! પ્રેમનો ‘પ’ પણ જૉ બોલ્યો છે, તો તારાં હાડકાંનું કચૂંબર કરી નાખીશ!’
‘ભલે! આજ પછી ઍનું નામ પણ લઉં તો હું બે બાપનો!’ ધૂળમાં આળોટતા ભગીરથે વચન આપ્યું. શãકતદાદાના પગ પકડયા. ગૌતમીના બાપ ગજૉધરની પણ માફી માગી લીધી ત્યાર પછી જ શãકતદાદાઍ ઍને ઊભો થવા દીધો. ત્યાં સુધીમાં આખી શેરી ટોળે વળી ગઈ હતી. આટલા બધા પાડોશીઓ અને પરિચિતોની વરચે માનભંગ થવા બદલ ભગીરથને ખૂબ દુ:ખ થયું. સૌથી તીવ્ર આઘાત ઍ વાતનો હતો કે બાજુના ઘરની બારીમાંથી ડોકિયું કરતી ગૌતમી પણ ઍના પ્રેમીની આ અપમાનજનક દશા જૉઈ રહી હતી.
ઍ પછીના પંદર જ દિવસમાં ગૌતમીના બાપે ઉત્તરપ્રદેશમાં આવેલા પોતાના વતનના ગામડે જઇને દીકરીને પરણાવી દીધી. આજથી બત્રીસ વર્ષ પહેલાં વડોદરાના ઍક વિસ્તારમાં બનેલી આ સત્યઘટના. અને ઍ પણ સત્ય કે ભગીરથ આ ઘટના પછી ફરી કયારેય ગૌતમીનું નામ પણ ઍની જબાન પર ન લાવ્યો. બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાનો તો સવાલ જ ઉપસ્થિત થતો ન હતો. ઍણે પ્રેમ કર્યોહતો. સો ટચના સોના જેવો શુદ્ધ, અણીશુદ્ધ અને પરિશુદ્ધ પ્રેમ. આવા પ્રેમનાં પુનરાવર્તનો નથી હોતાં! ભગીરથે ફાટેલાં કપડાં જેવી જિંદગી થીગડું માયાર્ વિના કાઢી નાખી.
પણ પંદર વર્ષ પછી બીજી ઍક ઘટના બની. ભગીરથને છ બહેનો હતી અને ત્રણ ભાઇઓ હતા. ઍ સૌથી મોટો. ઍનો સૌથી નાનો ભાઈ તZાક ઍના કરતાં પંદર વર્ષ નાનો હતો. ભગીરથ જયારે ચાલીસનો થયો ત્યારે તZાકને ગઘ્ધાપચીસી ફૂટી.
ઍક દિવસ અકાળે ઘરડો દેખાતો ભગીરથ ઍની ખખડધજ સાઇકલ પર બેસીને નોકરીઍ જતો હતો, ત્યાં રસ્તામાં ઍક આઇસક્રીમના પાર્લર પાસે ઍણે ફિલ્મના પડદા ઉપર ભજવાતું હોય ઍવું રોમેãન્ટક ¼શ્ય ભજવાતું જૉયું. ઍનો અતિ પિ્રય લાડકો નાનો ભાઈ તZાક કોઈ આસમાનમાંથી ઊતરી આવેલી અપ્સરા સાથે ઊભો હતો અને આઇસક્રીમ ખાતો હતો.
બંને જણા ઍકબીજાની આંખમાં આંખ પરોવીને પોતપોતાના પાત્રમાં રહેલો આઇસક્રીમ ઍકમેકને ખવડાવી રહ્યાં હતાં. ઍટલી હદે ખોવાઈ ગયાં હતાં કે જગતનું સાનભાન ભૂલી ગયા હતા. ચાર-પાંચ ડગલાં ડગલાં છેટે ઊભેલા ભગીરથભાઈ પણ ઍમને દેખાતા ન હતા.
પહેલી Zાણે તો ભગીરથને નાના ભાઈના આ ‘ધંધા’ જૉઇને ખૂબ ગુસ્સો આવ્યો પણ પછી તરત ઍમણે નોંઘ્યું કે તZાક અત્યારે ખૂબ-ખૂબ ખુશ થઈ રહ્યો હતો. સામાન્ય રીતે ગંભીર પ્રકૃતિનો ગણાતો તZાક આ રૂપના ઢગલાને જૉઇને ખીલી ઊઠયો હતો.
ભગીરથે આ સુખ ભરેલું ¼શ્ય કીકીના કેમેરામાં ‘ãકલક’ કરી લીધું. પછી સાઇકલના પેડલ મારતો ઍ ત્યાંથી ચાલી નીકળ્યો. આખો દિવસ ઍના દિમાગમાં ઍક જ પ્ર‘ ઘોળાતો રહ્યો. આ અપ્સરા કયા ખાનદાનનું સૌંદર્યરત્ન હશે? ઍનાં માવતર કોણ હશે? ઍ બ્રા›ણ હશે કે પછી..?
આ તમામ પ્ર‘ોનો ઉત્તર ઍને સાંજે મળી ગયો. ફરી ઍક વાર પાંચ વાગ્યાનો સમય. ફરીથી ઍ ધૂળિયા શેરીનું ઍ જ નાકું અને દાનવશãકતથી ઊભરાતો ઍ જ શãકતદાદો. સામે ભગીરથનો નાનો ભાઈ તZાક ઊભો હતો. શãકતદાદાઍ ઍની બાજુમાં ઊભેલી અપ્સરાનો હાથ ઞાલીને ત્રાડ નાખી.‘તારંુ નામ તZાક છે?’
‘હ...હ...હા..!’ તZાકના ધ્રૂજતા હોઠોમાંથી તૂટતો શબ્દ નીકળ્યો.‘તું આ તુશીના પ્રેમમાં પડયો છે?’‘હ...હ...હ...’ તZાકે બહુ પ્રયત્ન કર્યોપણ બારાખડીમાં છુપાઈ ગયેલો ‘કાનો’ ન જડયો તે ન જ જડયો.
‘તને ખબર છે આ કોની છોકરી છે? આ મારી દીકરી છે મારી! આ શãકતદાદાની દીકરી, સમજયો? સાત ખોટની ઍકની ઍક છોડી છે. ત્રણ-ત્રણ બૈરાં કયા* ત્યારે માંડ ભગવાને આ તુશી મારા ખોળામાં ફેંકી છે. મારે ઍને તારા જેવા ગુજજુ બામણ જૉડે નથી વરાવવી. અમારંુ યુ.પી. મર્દ વિનાનું નથી થઈ ગયું. આજ પછી જૉ તારી જબાન પર મારી તુશીનું નામ સરખુંય આવ્યું છે, તો તારી જીભ કાપી નાખીશ! ઍની તરફ નજર માંડી છે તો આંખો ફોડી નાખીશ! પ્રેમનો ‘પ’ પણ બોલ્યો છે, તો તારંુ કચૂંબર કરી નાખીશ!’
આટલી ગર્જનાઓ કયાર્ પછી શãકતદાદાઍ જમણો હાથ હવામાં ઊંચો કર્યો, પણ ત્યાં સુધીમાં તો તZાક ઍની જાતે જ ઢગલો થઈ ગયો હતો. તુશી પણ ઍના જાલીમ બાપનો હાથ પકડીને રડવા માંડી, ‘પપ્પા, તZાક સારો છોકરો છે... તમે ઍના પર હાથ ન ઉપાડશો, પ્લીઞ, તમે કહેશો તો હવે પછી અમે...’
અને શãકતદાદો આંખોમાંથી આગ ખેરવતો, જીભ પરથી ગાળો વરસાવતો, તુશીને જમીન પર ઘસડતો, દૂર પડેલી ઍની જીપમાં બેસીને ધૂળ ને ધુમાડાના ગોટા ઉડાડતો અ¼શ્ય થઈ ગયો. ટોળું તZાકની મશ્કરી કરીને વિખેરાઈ ગયું.
ચૂપચાપ આ ¼શ્ય જૉઈ રહેલા ભગીરથે નાના ભાઈને ઊભો કર્યો. ઘરમાં ખેંચી ગયો. છાનો રાખ્યો. પછી પ્રેમથી અને શાંતિથી પૂછ્યું, ‘સવારે જેની સાથે આઇસક્રીમ ખાતો હતો ઍ આ જ છોકરી હતી?’તZાકે માથું હલાવ્યું. પછી આંખો ઞુકાવી દીધી.
‘બહુ પ્રેમ કરે છે તું ઍને?’ ભગીરથે પૂછ્યું. ફરીથી ઍ જ ચેષ્ટા. આ વખતે આંખોની સાથે માથું પણ ઞૂકી ગયું.
‘કેટલા વખતથી ચાલે છે આ બધું?’‘દોઢેક વર્ષથી.’‘તુશી તને ચાહે છે?’
‘હા, હું ઍને ચાહું છું ઍના કરતાં પણ વધુ. ઍ મારા વગર મરી જશે.’ભગીરથ ઊભો થયો. બબડયો, ‘તુશી નહીં મરે, ભાઈ! હું હમણાં આવ્યો.’ આટલું બોલીને ઍ ઘરમાં આવેલી પૂજાની ઓરડીમાં ઘૂસ્યો. ત્યાં મા ભવાનીની મૂિર્ત પાસે પડેલી દાયકાઓ જૂની તલવાર પડી હતી ઍ ઉઠાવી. મ્યાનની બહાર ખેંચી કાઢી. પછી હાથમાં ઉઘાડી તલવાર અને હૈયામાં છુપાવેલો અãગ્ન લઇને ઍ નીકળી પડયો.
‘મોટા ભાઈ...! કયાં જાવ છો?’ તZાકની રાડ નીકળી ગઈ.‘વાઘને ઍની બોડમાં મારવા જઉં છું.’ કહીને ભગીરથે દોટ કાઢી. ત્યારે આખી શેરી આશ્ચર્ય પામીને ઍને જૉઈ રહી. ચાલીસ-ચાલીસ વર્ષથી ગરીબડી ગાય જેવો લાગતો આ ‘બામણ’ અત્યારે પરશુરામ જેવો લાગી રહ્યો હતો.
વાઘની બોડમાં જઇને ઍ ઊભો રહ્યો. શãકતદાદો જયાં રહેતો હતો ઍ બસ્તી જેવો મહોલ્લો હતો. મોટા ભાગના રહેવાસીઓ ઉત્તરપ્રદેશના ભૈયાઓ અને ઠાકુરો હતા.
ભગીરથે શãકતના ઘરની બહાર ઊભા રહીને ત્રાડ નાખી, ‘શãકત! બહાર આવ! હું ભગીરથ, મારા નાના ભાઈ માટે તારી દીકરીનો હાથ માગવા આવ્યો છું. તારી હા હોય તો તુશીને લઇને બહાર નીકળજે. જૉ ના હોય તો હથિયાર લઇને આવજે!’
શãકતદાદો હસતો-હસતો બહાર નીકળ્યો, ‘તું? ઍ ઘેટું તારો ભાઈ છે? તને તો આજથી પંદર વર્ષ પહેલાં ઍક જ ઞાપટ મારીને મેં ધૂળ ચાટતો કરી દીધેલો, યાદ છે તને? આજે તું મને ડરાવવા આવ્યો છે?’
‘ડરાવવા નહીં, શãકત! મારવા માટે આવ્યો છું!’ આટલું કહીને ભગીરથે તલવારનો ઍક જૉરદાર વાર શãકતની ડોક માથે કર્યો. દાદો સહેજ ઞૂકી ગયો ઍટલે જીવી ગયો પણ ભોળા ભૂદેવનો ઘા ઍના ડાબા હાથને ઞટકાવી ગયો. લોહીનું તળાવ છલકાયું. શãકત અશકત બનીને ધરાશયી થયો. ચોવીસ બાટલા ખૂન અને ચાર મહિનાની સારવાર પછી માંડ ઊભો થયો.
સાજૉ થઇને ઘરે આવ્યો ત્યારે ઍને બે વાતની જાણ થઈ, ઍક તો ઍની તુશી તZાકને પરણી ચૂકી હતી અને બીજું, વડોદરા શહેરમાંથી શãકતદાદાની ધાક હંમેશને માટે ખતમ થઈ ગઈ હતી. બીજા દિવસે શãકતદાદો વેવાઈના ઘરે જઇને દીકરી-જમાઈને આશીવાર્દ આપી આવ્યો.
(સિત્તેરના દશકમાં વડોદરામાં બનેલી સત્યઘટના. કોઇની લાગણી ના દુભાય ઍટલે સાચા નામ-ઠામ છુપાવ્યાં છે.)શીર્ષક પંãકત : બાલુ પટેલ
Friday, March 20, 2009
POEMS
જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.
***
આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય
.***
અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ;
થઈ કટારી હૈયે ભોંકાયાં, કેવી તમારી આ રીસ?
.***
વાયદો કીધો મળવાનો ને વહી ગયાં મલક પાર,
વાયદો તો હતો વરવાનો, કાં રઝળાવ્યાં મઝધાર?
***
તમે સમણામાં આવ્યાં’તાં ને કીધી’તી એક વાત,
ભેગાં જીવશું, ભેગાં મરશું એ શાંને ભૂલ્યાં પરભાત?
***
વિશ્વાસે હંકાર્યું હતું અમે તો મધ દરિયે વહાણ,
હલેસાં સંતાડી બેઠાં તમે, નહોતી અમને જાણ.
.***
દીકરાને ભણાવ્યા કોલેજે મોકલી,હવે ભણીએ છીએ અમે એની પાસેથી;
કોમ્પ્યુટરની કરામતો,પૂછી પૂછી ભૂલી ભૂલી ફરી ફરી.
***
અમે નીકળ્યા’તા જીતવા જગને,
હાર્યા ખુદ સ્નેહીઓ, સ્વજનોથી.
***
કેવો કોપ્યો આ કાળ જે કોળિયો કરી ગયો,
આતંકવાદી જે હતા તેમનેય ભરખી ગયો.
***
વતનની યાદ આવે છે ને ભલે રુએ છે આંખડી,
માયા ડોલરની છૂટતી નથી શી દશા છે આપડી!
.***
સંગે રહેવાનું મન હતું પણ જાતે વહોર્યો વનવાસ,
ડોલર પાછળ દોડિયા, પછી ક્યાંથી મળે સહવાસ?
***
ઉજાગરા બહુ રે કીધા, કીધા બહુ પરયાસ,
ભગ્યમાં હતું તે પામીયા, વધુની શું આશ?
***
અમે આવ્યા’તા આશ લઈને, રહેશું રે સંગાથ,
તમે પરવરિયાં અમને મેલી રેઢા છોડી સાથ.
***
વાદળ તો વરસ્યાં નહીં, વીજ ન ભરખી અમ જાત,
સાજણ વીણ અમે રહ્યા મઝધાર, શું દિ ને શી રાત?
***
વાયરા આવે વતનથી, લઈને નીતનીત રૂડા સંદેશ;
આંખડી અમારી છતાંય રોતી, લાગે ન મન પરદેશ.
***
સાજણ સમણાં નેણમાં, હૈયે ભર્યો વિજોગ,
ક્યારે રે આવશે સાજણ મળવાનો સંજોગ.
ભદ્રંભદ્ર : નાતનો જમણવાર
ભોજનનું સ્થળ શેરીમાં ખુદ ધરતીમાતા ઉપર હતું. માણસે બાંધેલાં મકાન પૃથ્વી જેટલાં પવિત્ર હોતાં નથી તે માટે રસ્તામાં જમવા બેસવાનું આર્યધર્મના શાસ્ત્રમાં લખેલું છે એમ ભદ્રંભદ્રે ઘણી સભાઓમાં સાબિત કર્યું હતું અને જડવાદી સુધારાવાળાની શંકાના ઉત્તરમાં તે એ પ્રમાણ આપતા હતા કે પૃથ્વી પર ગંગાદિ નદીઓ વહે છે અને ઘરમાં તેવી નદીઓ વહેતી નથી માટે પૃથ્વી વધારે પવિત્ર છે. આ આર્ય સિદ્ધાંતનો સાક્ષાત્કાર આ પ્રસંગે થઈ રહ્યો હતો. સામસામાં ઘરના ખાળકૂવામાંથી વહેતી અનેક ગંગાઓ ભોજનસ્થળને પવિત્ર કરી રહી હતી. ભૂદેવોની સગવડ ખાતર કેટલાક પ્રવાહ આડા લઈ જવામાં આવ્યા પણ તેથી તે સ્થળે વ્યાપી રહેલી પવિત્રતા જતી રહી નહિ. એ જલપ્રવાહમાં કેટલોક મેલ હતો ખરો, પણ સનાતન આર્યધર્મના સિદ્ધાંત પ્રમાણે જલ સર્વને પવિત્ર કરે છે તેથી ભોજનસ્થળની શુદ્ધતા અકલંકિત હતી. સ્થળની રમણીયતામાં જે કંઈ ન્યૂનતા હતી તે પૂરી કરવા ભૂદેવોએ ત્યાં સ્નાનવિધિનો આરંભ કર્યો. આ સ્નાનાવિધિ એક સ્થળે બેસીને કે ઊભા રહીને નહિ પણ ફરતાં-ફરતાં કરવામાં આવતો હતો.
ગ્રીસનો પ્રખ્યાત ફિલસૂફ એરિસ્ટોટલ શિષ્યોને ઉપદેશ કરતી વેળા આમતેમ પરિક્રમણ કરતો હતો અને તેથી તેની શાખાનું ઉપનામ ‘પેરિપેટેટિક’ પડ્યું, તે સર્વ હિંદુસ્તાનની પુરાતન પદ્ધતિઓનું અનુકરણ છે એમ અમેરિકાના થિયોસોફિસ્ટોએ પોતે શોધી કહાડ્યું છે અને જાતની ખાતરીથી એ વાત તેઓ પ્રસિદ્ધ કરે છે માટે તે સત્ય છે એમ વલ્લભરામના ગ્રંથોમાં વાંચેલું અને તેને આધારે ભદ્રંભદ્રે અનેક ભાષણોમાં પ્રતિપાદન કરેલું, તેનું પ્રમાણ આ સ્થાનવિધિમાં પ્રત્યક્ષ જોવામાં આવ્યું. ભૂદેવોની પવિત્રતા જન્મથી અને જાતિથી સ્વત:સિદ્ધ છે, જલ તેમને વધારે પવિત્ર કરી શકતું નથી. માત્ર શાસ્ત્રવિધિનું અનુસરણ કરવા સારુ જલનો ત્વચા ઉપર સ્પર્શ થવો જોઈએ. આપોશન જેમ દેવોની આહારશક્તિના પ્રમાણમાં બહુ થોડું છતાં તેમના ઉદરનું પૂરણ કરે છે તેમ દૂંદાદિને લીધે બ્રાહ્મણોના શરીરનો વિસ્તાર ઘણો છતાં તથા તે ઉપર મેલ એકઠો થવાનાં કારણો છતાં ખોબાપૂર પાણીથી તેમની સ્નાનક્રિયા પૂરી થાય છે : એ સિદ્ધાંતને અનુસરી ભદ્રંભદ્ર અને ઘણા ભૂદેવોએ એકેક લોટી ભરીને પાણી લઈ પોતાના આખા શરીરને પાણી ઘસી ઘસીને ભીનું કર્યું. તથા સૂર્ય જેવું ઊજળું, ને ચળકતું કર્યું. જે અદ્દભુત કસર આર્યધર્મના અનુયાયીઓને જ આવડી શકે છે તેને બળે એક હાથ પનાનાં પંચિયાં પણ તેમણે આટલા પાણીમાં ભીનાં દેખાતાં કર્યાં. પરંતુ કેટલાક જુવાનો પાણીના વધારે શોખીન હતા અને તેમણે ફરતાં ફરતાં ઘડા પોતાના શરીર પર ઠાલવ્યા. આથી ભોજનસ્થાનમાં નદીઓ સાથે સરોવર અને સાગરનો પણ દેખાવ થઈ રહ્યો.
સ્નાનવિધિ થઈ રહ્યા પછી આસનની તૈયારીઓ થઈ. પતરાળાં તરે એટલું જ્યાં પાણી હતું ત્યાં સહેજસાજ સ્વચ્છતાના ઉપાય લીધા પછી જગાની સગવડમાં કોઈ જાતની ખામી રહી નહિ. પરંતુ, માણસોની સગવડ એટલી બધી સહેલાઈથી થઈ જાય તેમ નહોતું. ભોજનના મહાપ્રકરણ માટે ભૂદેવો ત્વરાથી ઠામ પસંદ કરવા લાગ્યા અને તે રોકી લેવા લાગ્યા. આ સ્પર્ધામાં વિરોધ થવા લાગ્યો અને કલહ વધતાં ‘પતરાળી-પતિ’ મહારાજાઓનાં ‘ઠામ રાજ્યો’ના સીમાડાની તકરાર જંગી થઈ પડી. કલ્પવૃક્ષનાં પુષ્પ ઉછળતાં હોય તેમ પૃથ્વી પરના ભૂદેવો મુખમાંથી ટુંકારા અને અપશબ્દની પરંપરા કાઢી ચારે તરફ ફેંકવા લાગ્યા અને નાતરૂપી આકાશગંગામાં જળક્રીડા કરતા હોય તેમ ઠામે બેઠેલા તથા ઊભેલાના હાથ, પગ, તથા કેશ ખેંચવા લાગ્યા. જે ઠામે બેસી ગયા હતા અને ત્યાં ચોંટી રહેવા જેટલા સામર્થ્યવાળા હતા તેમને સ્થાનભ્રષ્ટ કરવા ભારે યુદ્ધ ઠેર ઠેર જામ્યાં. રણભૂમિમાં ઝૂલતા યોદ્ધાઓના નાદ તથા તેમને પાનો ચઢાવનાર ભાટચારણોના હોંકારાથી એવો શોરબકોર થઈ રહ્યો અને શેરીઓમાંથી દોડી આવેલાં કૂતરાંના અવાજ સાથે તે એવો ભળી ગયો કે લડાઈ કોના કોના વચ્ચે થાય છે, ક્યાં ક્યાં બંધ પડી છે તે જાણવું અશક્ય થઈ પડ્યું.
આ ઝઘડામાં કંઈ પણ ભાગ ભદ્રંભદ્રે લીધો નહોતો અને તેમણે પોતાનો ઠામ બે શૌચકૂપની વચમાં આવેલા ખૂણામાં એવો પસંદ કર્યો હતો કે કોઈ જોડે સીમાડાની તકરાર થવાનો કે કોઈની ઈર્ષ્યા ઉત્પન્ન થવાનો સંભવ રહે નહિ. સ્નાન કરી ઠામે આવતાં કેટલાક અસ્નાત મનુષ્યોની છાયા શરીર ઉપર પડવાથી ભદ્રંભદ્રને ફરી ફરી સ્નાન કરવું પડ્યું. આ રીતે પુન: પુન: વિધ્નોથી પ્રતિરોધ પામતા છતાં અંતે સર્વ વિધ્ન પાર ઊતરી ઠામે આવી પહોંચતાં આસનને પાંચ સાત જલબિંદુના પ્રોક્ષણથી પરિપૂર્ણ શુદ્ધ કર્યું અને તે પર ઉપવિષ્ટ થયા. પરંતુ તે જ ક્ષણે પગ તળે સૂતરનો કોરો તાંતણો આવેલો જોવામાં આવતાં તેમનાથી એકદમ સખેદ આશ્ચર્યનો ઉદ્દગાર થઈ ગયો. સ્થાનેથી ઊઠી શોક કરવા ગયા અને હર્ષવાક્યો ઉચ્ચારતા શુદ્ધ થઈ પાછા આવ્યા. એક કલાકમાં સર્વ મળી અગિયાર સ્નાન કર્યા પછી ભદ્રંભદ્ર આસને સ્વસ્થ થઈ મુખ મલકાવતા બેઠા. આર્યોચિત સ્નાનશુદ્ધિના થયેલા વિજયથી અથવા ભોજનવેલાના સામીપ્યના વિચારથી અથવા એવા બીજા કોઈ કારણથી તેમનું ચિત્ત પ્રસન્ન થયેલું હશે, કારણ કે આસપાસ મચી રહેલા જંગનો જે દેખાવ નજરે પડતો હતો તે સંતોષની વૃત્તિ ઉપજાવે એવો નહોતો. આ જંગ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવવાની તેમની ઈચ્છા જણાતી નહોતી.
મેં ઘણા પ્રશ્નો કર્યા ત્યારે બોલ્યા : ‘કેટલું ખાવું એ જ ખરેખરી ચિંતાનો વિષય છે, ક્યાં ખાવું એ વિશે સુજ્ઞો કદી ચિંતા કરતા નથી. ભોજન પેટમાં જાય છે. ભોજનનું સ્થાન પેટમાં જતું નથી. પેટને માત્ર ભોજનનો જ ભાર ઊંચકવો પડે છે. માટે સુજ્ઞો ત ઉપર જ લક્ષ રાખે છે. અન્નદેવ હોઈ દેશકાલના નિયમથી અતીત છે, માટે અન્નનું ભક્ષણ કરવામાં સુજ્ઞો દેશકાલની ગણના કરતા નથી. જ્યાં ભોજન મળે અને જ્યારે ભોજન મળે ત્યાં અને ત્યારે સુજ્ઞો આહાર કરી લે છે. સ્થાન નહિ પણ પાચન સિદ્ધ કરવામાં સુજ્ઞોની કુશલતા છે.’મેં કહ્યું : ‘મહારાજ, આપને વચ્ચે અટકાવવા એ ઉચિત નથી પણ આ મહાન સિદ્ધાંત બરાબર સમજી લેવો જોઈએ. ‘સુજ્ઞો’ એટલે સારું જાણનાર તેમ જ સારું ખાનાર એવો અર્થ આપ કરો છો ?‘જાણવું તે ખાવું છે અને ખાવું જાણવું છે. જાણ્યાથી જ ખાઈ શકાય અને ખાધાથી જ જાણી શકાય છે. માટે અન્ન કે ધન ખાઈ શકે તે સુજ્ઞ કહેવાય છે. એ કામ કઠણ છે, માટે શાસ્ત્રમાં માત્ર બ્રાહ્મણને જ જ્ઞાનનો અને ભોજનનો અધિકાર આપ્યો છે. તો પછી અમુક સ્થાને જ ભોજન કરવું એવો આગ્રહ કરવાથી એ અધિકાર ઓછો થાય છે અને પૂરેપૂરો ભોગવી શકાતો નથી. શાસ્ત્રો સંસ્કૃતમાં હોવાથી એકલા વલ્લભરામ જ શાસ્ત્ર જાણે છે એમ તો તેમની પેઠે હું છેક નથી કહેતો. પણ હું તથા વલ્લભરામ – અને વખતે બીજા કેટલાક – સિવાય બીજા કોઈ શાસ્ત્ર જાણતા નથી એ તો સિદ્ધ છે, તેથી ગમે ત્યાં ભોજન કરવાના આ શાસ્ત્રોક્ત અધિકાર વિશે અજ્ઞાન હોવાથી સુધારાવાળા અને પાશ્ચાત્ય લોકો સ્વચ્છતા અને આરોગ્ય સાચવવાના નિયમને બહાને ભોજનસ્થાનક અમુક પ્રકારનાં હોવા વિશે અને અમુક પ્રકારનાં ન હોવા વિશે ગમે તેટલો આગ્રહ કરે પણ આર્ય સ્વધર્મ છોડી કદી એવો પરધર્મ સ્વીકારશે નહિ. જે વિશે શાસ્ત્રોમાં આજ્ઞા નથી તેવા પાશ્ચાત્ય પદાર્થ વિજ્ઞાન તથા વૈદકના નિયમો આર્યો કદી પાળશે ? કદી નહિ. આ ઊંડી દષ્ટિએ પરીક્ષા કરતાં ઠામ માટે વિગ્રહ કરનારા આ આર્યો આર્યધર્મનું કેવું ઉલ્લંઘન કરનારા ઠરે છે ? આર્યધર્મના અભ્યાસમાં કેવું વિધ્ન કરનારા ઠરે છે !’
ભોજનના પદાર્થ આસન સમીપ આવી પહોંચતા જોઈ ભદ્રંભદ્ર બોલતા બંધ થઈ ગયા. આર્યોના ધર્મ સમજાવવાનું કાર્ય એકાએક અધૂરું મૂકી પીરસનારના ધર્મ બરાબર બજાવાય છે કે નહિ એ અવલોકન તરફ તેમણે લક્ષ પ્રેર્યું. પીરસનારના આગમનથી ભૂદેવોમાં સર્વત્ર શાંતિ ફેલાવા માંડી હતી અને વિગ્રહ કરતા વિપ્રો ઠામનાં સુખદુ:ખ ભૂલી જઈ પરમાર્થ બુદ્ધિ ધરી ગમે તેમ કરી ભક્ષણવ્યવસ્થાને અનુકૂળ થવાય એવી રચનામાં ગોઠવાઈ ગયા. પીરસનારને સર્વત્ર આવકાર મળ્યાથી ભંદ્રભદ્રનો વિશેષ સત્કાર કરવાનો ધર્મ તેમના ચિત્તમાં સ્ફુર્યો નહિ. તે સ્ફૂરે એવી આવશ્યકતા હતી, પરંતુ ભાષણ કરવામાં કાલક્ષેપ કરી મુખનું ભોજનબળ ઓછું કરવું એ અનિષ્ટ હતું, તેથી ભદ્રંભદ્ર આતુર આકૃતિથી જ ચિત્તમર્મ પ્રકટ કર્યા જતા હતા. એક પીરસનાર અમારા ઠામ પાસે આવ્યા વિના ચાલ્યો જતો હતો તેથી અધીરો થઈ હું તેને બોલાવવા શબ્દોચ્ચાર કરતો હતો, પણ ભદ્રંભદ્રે મને અટકાવી કહ્યું : ‘ઉચ્ચારેલો અર્થ તો પશુઓ પણ સમજે છે. પંડિતો વગર કહેલું કળી શકે છે, એ આર્યત્વરહસ્યનું તને કેમ વિસ્મરણ થાય છે ?’ પીરસનારને પંડિત કહી શકાય કે નહિ એ વિશે મને શક હતો, પણ એવામાં ભોજનવ્યાપાર એકાએક શરૂ થઈ ગયો અને વાદવિવાદમાં ભદ્રંભદ્રનું મન ચોંટે એમ નહોતું. વળી, પીરસનારે પશુબુદ્ધિ અગર પંડિતબુદ્ધિ વાપરી; ભદ્રંભદ્રના શબ્દ તેણે સાંભળ્યા, અને ઉચ્ચારેલું અગર નહિ ઉચ્ચારેલું તે સમજ્યો તથા અમારી ઈચ્છા તત્કાલ પૂર્ણ થઈ.
ભોજન ઉપર તૂટી પડતા વિપ્રો પ્રથમ તો નિ:શબ્દ બની ગયા અને થોડીક વાર સુધી સડકા અને સબડકા સિવાય બીજા કંઈ અવાજ સંભળાતા નહોતા. કેટલીક વારે ‘મૂકજો’ ‘મૂકજો’ના ઉચ્ચાર કંઈ કંઈ ઊઠવા લાગ્યા અને ધીમે ધીમે એ ઉચ્ચાર સર્વવ્યાપી થઈ ગયો. એન્જિનમાં નાખેલા કોયલા કેટલીક વાર રહ્યા પછી વરાળનો અવાજ જોરથી નીકળવા માંડે તે પ્રમાણે ભૂદેવોના પેટમાં મિષ્ટાન્નનો કંઈક જમાવ થતા સર્વત્ર વાચાલતા પ્રસરી. ‘મૂકજો’ની સાથે વાનીઓનાં નામ દેવાવા લાગ્યાં. પીરસનારને નામ દઈ સંબોધન થવા લાગ્યાં. પીરસનારા પ્રતિ સત્કારવચનો, સ્નેહવચનો ઉચ્ચારાવા લાગ્યાં. પીરસનારા સમીપ આવતાં પ્રથમ અનુગ્રહ થવા માટે જમનારા વચ્ચે રકઝક થવા લાગી. એકબીજાના હક સંબંધી જમનારા ભૂદેવોમાં તકરાર થવા લાગી. પીરસનારાઓએ કરેલા નીવેડા વિશે અસંતોષ ઉપાલંભ પ્રકટ થવા લાગ્યા. તુંકારા અને અપમાન વાક્યો ભૂદેવોમાં પરસ્પર પ્રવર્તિત થઈ અંતે પીરસનારા પ્રતિ ઉદિષ્ટ થવા લાગ્યા. ગાલિપ્રદાન અને ગાલિગ્રહણ પ્રચલિત થઈ રહ્યાં. પીરસનારા કુપિત થઈ જમનારાને છાંટા ઊડે એવી રીતે પ્રવાહી પદાર્થો રેડવા લાગ્યા અને સર્વ પદાર્થો થોડા પત્રાળીમાં, થોડા કાદવમાં અને થોડા જમનારાના શરીર પર પડે તેમ ફેંકવા લાગ્યા. સ્પર્શનો પ્રતિષેધ હોવાથી જમનારા ભૂદેવો પીરસનારા પર માત્ર રોડાં ફેંકી પ્રહારની ઈચ્છા તૃપ્ત કરવા લાગ્યા.
પીરસનારાના માંહોમાંહેના ઝઘડા, વર્ગાવર્ગીની તકરારો, વાનીઓ પીરસવાની પસંદગી અને અનુક્રમ વિશેના વાદવિવાદ, એકબીજાને અપાતા ઠપકાનાં વચનો, ચાલાકીની સ્પર્ધામાં કહેવાતાં તિરસ્કાર વાક્યો, વીજળીની તારની ગોઠવણો ન હોવાથી દૂર સંદેશા મોકલવા માટે પાડવામાં આવતી બૂમો, એ સર્વથી થતો ઘોંઘાટ વળી પૃથક હતો. સાગરમાં ઘણી તરફથી નદીઓ આવી મળે તેમ છૂટીછવાઈ લડાઈઓના અવાજ મહાન કોલાહલમાં આવી મળતા હતા. એક સ્થળે પીરસનારને કોઈએ ‘મહારાજ’ કહી સંબોધન કર્યાથી ઊઠેલું યુદ્ધ મચી રહ્યું હતું. એક સ્થળે એક જમનારના દાદાના મામાએ પચાસ વર્ષ પર જમાડેલી નાતમાં ઓછું ઘી વાપર્યાનો આરોપ બીજા જમનારે કર્યાથી તેમનું યુદ્ધ મચી રહ્યું હતું. શેરીમાં આવવાનાં જ્યાં જ્યાં મથક હતાં ત્યાં ત્યાં ઢેડ, વાઘરી અને ભિખારીઓનાં ટોળાં ટમટમી રહ્યાં હતાં. કેટલેક નવેણમાંનાં બળતાં લાકડાં સામે ધરી તેમને પાછા હઠાવવામાં આવતા હતા, કેટલેક ઠેકાણે છૂટી લાકડીઓ ફેંકી તેમના હુમલા પાછા હઠાવવામાં આવતા હતા અને કેટલેક ઠેકાણે માત્ર અતિશય બીભત્સ ગાલિપ્રદાનથી તેમને ધસી આવતા રોકવાનો પ્રયત્ન થતો હતો.
હું અને ભદ્રંભદ્ર આ સર્વ રમ્ય દેખાવ શાંત ચિત્તે જોતા હતા અને કંઈ પણ ખલેલ થવા દીધા વિના ભોજનનું કાર્ય ચલાવ્યા જતા હતા. કેટલાક કઠણ કોળિયા પૂરા કરતાં વખત જતો, ત્યારે ભદ્રંભદ્ર કદી કદી ભોજનની સ્વાદિષ્ટતા તથા આર્યધર્મની ઉત્તમતા વિશે ટૂંકાં વ્યાખ્યાન કરતા હતા. આર્યત્વયુક્ત ‘મહારાજ’ પદ અપમાનવાચક ગણાય છે અને તેનો અર્થ ‘રસોઈયો’ અથવા ‘ભિખારી’ થાય છે એ સુધારાવાળાએ પ્રવર્તાવેલા ‘મિસ્ટર’ પદનું પરિણામ છે – એ વિશે ભદ્રંભદ્ર આ રીતે કોળિયાના અંતરમાં વિવેચન કરતા હતા, એવામાં એક ઠેકાણે કનાત પાડી નાખી એક અધીરી થઈ રહેલી ગાય અંદર પેઠી અને નાતની વચ્ચે દોડવા લાગી. તેને હાંકી કાઢવા પડેલી બૂમોથી ગાય ભડકી અને પતરાળાંને તથા પતરાળાંના અધિપતિઓને ઊથલાવી પાડવા લાગી. જમવાનું મૂકી નાસી જવાનો નિષેધ હોવાથી શબ્દોચ્ચાર સિવાય ભૂદેવોને રક્ષણોપાય રહ્યો નહિ. પીરસનારામાંના ઘણાખરા પાસેના ઓટલા પર ચઢી ગયા અને બાકીના ગાયને ભડકાવી તથા દોડાવી ગમ્મત કરવા લાગ્યા.
ગૌમાતાની આ રીતે અવગણના થતી જોઈ ભદ્રંભદ્ર અપ્રસન્ન થયા. આર્યત્વનું દષ્ટાંત આ સમયે આપવું આવશ્યક ધારી તે ગૌમાતાની વાટ જોતા બેઠા. ગૌમાતા સમીપ આવતાં ભદ્રંભદ્રે ઠામેથી વાંકા વળી તેમનું પૂંછડું ઝાલ્યું અને આંખ તથા કપાળ પર તેનો સ્પર્શ કરવા પોતાનું ડોકું લાંબું કર્યું. પરંતુ આ કરતાં ભદ્રંભદ્ર સ્વસ્થાનેથી ખસી ગયા અને જમીન પર કાદવમાં ઢળી પડતા અટકવાનો પ્રયત્ન કરતાં પૂંછડે લટકી રહ્યા. પગ જમીનને અડકે નહિ તે સારું ટૂંટિયું વાળી તેમણે પગ ઊંચા લઈ લીધા અને એવી સ્થિતિમાં ગૌમાતા તેમને લઈ દોડવા લાગ્યાં. ભદ્રંભદ્રમાં ભરેલી આર્યતાના ભારથી ગૌમાતા ઉશ્કેરાઈ વધારે કૂદવા લાગ્યાં અને ભદ્રંભદ્ર માણસો સાથે તેમ જ ઓટલા અને ભીંત સાથે અથડાયા – કુટાવા લાગ્યા. છોકરાઓ તેમના પર પત્રાળીમાંના વિવિધ પદાર્થો ફેંકવા લાગ્યા અને બીજા પૂંછડું મૂકી દેવાની સલાહ ઘાંટા કાઢી આપવા લાગ્યા પણ ભદ્રંભદ્ર કશાથી ડગ્યા નહિ. પૂંછડે લટકતા તે આખી નાતમાં ફરી વળ્યા અને શહેરમાં બીજે પણ ફરવા નીકળી પડત, પરંતુ ગૌમાતા લાતપ્રહારથી તેમને નીચે નાખી દઈ ચાલ્યાં ગયાં. એકલા પડેલા ભદ્રંભદ્ર પાછા સ્વસ્થાને ગયા.
ગૌમાતા વિદાય થયા પછી ભૂદેવો પાછા ભોજનોન્મુખ થયા; પરંતુ ગરબડાટમાં જમનારા ઊભા થઈ ગયા હતા, તેથી, એ પ્રશ્ન ઊઠ્યો કે સ્થાનેથી ઊઠ્યા પછી ફરી ભોજન કરવા બેસાય કે નહિ. ભોજન કરવાની ઈચ્છા સર્વની હતી, પણ રૂઢિ વિરુદ્ધ હતી તેથી ગૂંચવણ લાગી. સભા ભરાય અને લાંબા વાદવિવાદ થાય એટલો વિલંબ સહન થઈ શકે તેમ હતું નહિ. તેથી તત્કાળ નિર્ણય થયો કે રૂઢિ પ્રતિકૂળ છતાં શાસ્ત્રમાં અનુજ્ઞા હોય તો ભોજન કરવું. શાસ્ત્ર જોવાની પણ જરૂર રહી નહિ, કેમ કે ભદ્રંભદ્રે ખાતરી કરી કે ‘શાસ્ત્ર પ્રતિકૂળ છે નહિ અને હોઈ શકે નહિ. અન્ન દેવ છે. તેના સમક્ષ ઊભા રહેવાનો નિષેધ નહિ પણ વિધિ હોવો જોઈએ. વળી શાસ્ત્ર તો કામધેનુ છે, જે અને જેવા આધારની ઈચ્છા હોય તે અને તેવા આધાર શાસ્ત્રમાંથી નીકળી શકે છે.’
સર્વના ચિત્તનું સમાધાન થયું અને ભોજનવ્યાપાર પાછો પ્રવર્તિત થયો. ધીમે ધીમે પ્રથમની સ્થિતિ પાછી વ્યાપી ગઈ. ભોજનપ્રસંગનો અંત જેમ નજીક આવતો ગયો તેમ પીરસનારાની ઉતાવળ અને જમનારની અધીરાઈ વધવા લાગ્યાં, દોડ્યા જતા પીરસનારને જમનાર ઘડી ઘડી પાછા બોલાવવા લાગ્યા અને પીરસનાર મિષ્ટ ભોજન પદાર્થો આપવાને બદલે ‘આટલું તો ખાઈ જા’નો કટુ ઉપદેશ આપવા લાગ્યા. ભોજન પૂરું થઈ જવાનો ભય હોવાથી જમનારા ભૂદેવો ઝઘડા કરવા ઓછા તત્પર થયા હતા અને હોલવાઈ જતા દીવાને ઉત્તેજન કરવાની ભલામણ ઉચ્ચારવા જેટલો પણ કાલક્ષેપ કરતા બંધ થયા હતા. ‘માબાપ હવે તો ઊઠજો…’, ‘કંઈ રહેવા દેજો…’ એવા ઢેડવાધરીઓના પોકાર ઘડી ઘડી સંભળાતા હતા; ખાલી પાત્રો લઈ ફરતા પીરસનારા વિધવિધ વાનીઓ ‘જાય છે, જાય છે’ એવો ઘોષ કરતા હતા અને છેવટની વાનીઓ આવવાની છે એવાં આશાવચનો કહી સંભળાવતા હતા. પીરસનારા પોતાના ભોજનની ગોઠવણ વિશે અરસપરસ સલાહ પૂછવામાં અને આજ્ઞા કરવામાં ગૂંથાયા હતા. છેવટની વાનીઓ કેટલેક ઠેકાણે પીરસાઈ હતી, કેટલેક ઠેકાણે પીરસાતી હતી અને કેટલેક ઠેકાણે પીરસાવા આવવાની બાકી હતી, એવામાં એકાએક ઢેડ-વાઘરીઓ-ભિખારીઓ હલ્લો કરી અંદર ધસ્યા અને નાતમાં હૂલકું પડ્યું. જમી રહેલા અને બહુધા સંતોષ વળે એટલું જમેલા ભૂદેવો ઉતાવળે હાથ ધોઈ ઊભા થઈ ગયા. અસંતુષ્ટ રહેલા ‘બેસજો, બેસજો’ એવી અરણ્યમાં કરેલા રુદન સમાન વ્યર્થ બૂમો પાડવા લાગ્યા. ધસી આવેલાઓ પત્રાળીઓ ઉપર તરાપ મારવા લાગ્યા, ભૂદેવો તેમના પર પાણીના લોટા ઢોળવા લાગ્યા. પણ તેથી એ શત્રુઓ હઠ્યા નહિ. સ્પર્શ કરવાને અસમર્થ હોવાથી ભૂદેવો નિરુપાય થઈ ગયા અને નાસાનાસી ચાલી રહી. આખરે હું અને ભદ્રંભદ્ર પણ ઠામેથી ઊઠ્યા અને પાસેના ઓટલા પર ચડી ગયા.
અમારી પત્રાળીમાંના અવશેષ બે વાઘરણો અને ત્રણ છોકરાં ઝડપથી ખાઈ જતાં હતાં તે હું વૈરાગ્ય ધરી ઉદાસીનતાથી જોઈ રહ્યો હતો. પરંતુ ભદ્રંભદ્ર ક્રોધથી ઉશ્કેરાયા અને બોલી ઊઠ્યા :‘શૂદ્રો ! ચાંડાલો ! અધમ જનો ! આકાશમાં તપ કરતા તપસ્વી સ્વર્ગભ્રષ્ટ થઈ ખરતા તારારૂપે નીચે પડે છે ત્યારે, જલ, સ્થલ, વાયુ, વ્યોમ, વૃક્ષ, પર્વત, પશુ, પક્ષી, મનુષ્ય, સર્વ, ‘શિવ’ ‘શિવ’ વચનો કહી શોકોદ્દગાર કરે છે. પરંતુ, આજ અહીં ભૂદેવો ભોજનભ્રષ્ટ થઈ પલાયન કરે છે, છતાં દુષ્ટો ! તમે હર્ષથી પ્રફુલ્લ થાઓ છો તથા તેમના અધિકારનું અન્ન લૂંટી લ્યો છો તે પુનર્જન્મમાં તમારી શી વલે થશે ? પુનર્જન્મમાં આ અન્ન તમારે ભૂદેવોને પાછું આપવું નહિ પડે ? તો શું કામ હમણાં તે લઈ લ્યો છો અને વ્યાજ ચઢાવો છો ? પેટ ભરવાનો મિથ્યા સંતોષ લેવા કરતાં બ્રહ્મભોજનનું મહાપુણ્ય લેવાથી તમને શું વધારે લાભ નથી ? તમે શું સુધારાવાળાના ઉપદેશથી દૂષિત થયા છો અને એમ માનો છો કે જ્ઞાતિભોજનથી વ્યર્થ ધનવ્યય થાય છે તથા ખરેખરો રુચિકર હર્ષોત્સવ થતો નથી ? સુધારાવાળા અજ્ઞાન છે, પણ તમે શું સમજતા નથી કે રૂઢિઓ ધનરક્ષણ માટે અથવા સુખરક્ષણ માટે નથી, પણ જ્ઞાતિરક્ષણ માટે છે ? તમે, શું પાશ્ચાત્ય દેશોના વતની છો અને જાણતા નથી કે જ્ઞાતિભોજનના પ્રસંગમાં આહાર કરવો, એ સમાન સુખ સ્વર્ગમાં પણ દુર્લભ છે ? સ્વર્ગમાં ભોજન છે, પરંતુ ત્યાં જ્ઞાતિભોજન છે એવો શો પુરાવો છે ? જ્ઞાતિભોજનની રૂઢિને અભાવે પાશ્ચાત્ય પ્રજાઓ ભોજનનો સ્વાદ પરિપૂર્ણ રીતે જાણતી નથી એ શું તમને અનુભવસિદ્ધ નથી ? એવાં સતિ જ્ઞાતિભોજનસ્ય ખંડનું કર્તુ મૂર્ખા: મેં કયા શાસ્ત્રાધારે તત્પર થયા છો ? જ્ઞાતિભોજન ગંગાજલ સમાન છે, ગમે તેટલી મલિનતા અંદર ભરી હોય તોપણ જ્ઞાતિભોજન અને ગંગાજલ પવિત્ર જ રહે છે, અમૃત તુલ્ય મિષ્ટ જ રહે છે. જ્ઞાતિભોજન અને ગંગાજલ વિના જીવન સાર્થક થતું નથી. એ આર્ય સિદ્ધાંત શું તમારા શ્રવણપથમાં આવ્યા જ નથી ? જ્ઞાતિભોજન જમનારને ઘેર જે ઉગારો થાય તેથી વધારે ખર્ચ તેને પોતાને જ્ઞાતિ જમાડવી પડે છે ત્યારે થાય છે – એ સુધારાવાળાની દલીલ શું તમે સબળ માની બેઠા છો ? સુધારાવાળાની પેઠે તમે પણ શું શાસ્ત્રથી અનભિજ્ઞ છો અને અન્નનું મૂલ્ય ધન વડે કરો છો ? પારકું અન્ન મફત મળે તો અમૂલ્ય છે, અને જ્ઞાતિ જમાડવા જે ધન ખરચવું પડે તે પેટમાં મફત પડેલા પારકા અન્ન આગળ કંઈ પણ ગણનાને પાત્ર નથી. તેથી, આર્યધર્મશાસ્ત્રને પ્રભાવે જ્ઞાતિભોજનના વિષયમાં પાશ્ચાત્ય અર્થશાસ્ત્રનું બળ ચાલતું નથી – એટલું પણ તમે આર્યો છતાં જાણતાં નથી ?’
આ સર્વ ઉપદેશનો અનાદર થતો જોઈ અને અન્ન અયોગ્ય મુખોમાં જતું જોઈ ભદ્રંભદ્ર ખિન્ન થયા, તેમનો ખેદ વધતો અટકાવવા હું તેમને ત્યાંથી લઈ ગયો. ચાંડાલોનો સ્પર્શ થવાની બીકથી અને માર્ગમાં પડેલા ઉચ્છિષ્ટ અન્નમાં પગ પડતા અટકાવવા સારુ અમારે કૂદકા મારવા પડતા હતા. આ ક્રિયામાં ભદ્રંભદ્ર એક બે વખત ગબડી પડ્યા તથા લપસી પડ્યા, પરંતુ ત્યાં પડ્યા ન રહેતાં ધૈર્ય રાખીને પાછા ઊભા થઈ ગયા. તેમના મનમાં ઊંડું ચિંતન ઘોળાતું હતું. ગુલાંટ ખાવાના પ્રસંગો પૂરા થયા પછી ચાલતાં ચાલતાં તેમણે કેટલીક વારે કહ્યું : ‘અમ્બારામ ! વિયોગનું દુ:ખ અસહ્ય કહેવાય છે તે સત્ય છે. પત્રાળી દેવીનો વિયોગ ખમવો કઠણ છે. એ દેવીનો મુખોચ્છવાસગંધ અવશિષ્ટ રહેલા અન્નની સુગંધ રૂપે ભોજનસ્થાનની સમીપના ઘરવાળાને મળશે. આપણને તો એટલું આશ્વાસન પણ નહિ મળે. આમાં કોઈ સુધારાવાળાની ઉશ્કેરણી છે એમાં સંશય નથી, પત્રાળી દેવીની પોતાની ઈચ્છા તો જુદાં થવાની નહોતી જ. તેના આકર્ષણને લીધે જ મારે માર્ગમાં ઘડી ઘડી નમ્ર થવું પડતું હતું.’
ભદ્રંભદ્રના મુખમાંથી પ્રેમવચનો નીકળતાં પહેલી વાર જ સાંભળ્યાં. પણ મુદિત થવાનો આ પ્રસંગ નહોતો. તેમની વિરહવ્યથા દુ:ખજનક હતી. માત્ર કાળે કરી તેમનું ચિત્ત શાંત થયું. ખાધેલું અન્ન પચાવવાના પ્રયાસમાં દિવસો ચાલ્યા ગયા અને વાત વિસારે પડી.
Thursday, March 19, 2009
શૉ મસ્ટ ગો ઑન
[ શ્રી શાહબુદ્દીન રાઠોડના હાસ્યરસમાં ‘વનેચંદ’ નામનું પાત્ર હોય જ. આ વનેચંદ હકીકતમાં શ્રી શાહબુદ્દીન રાઠોડના એક મિત્ર હતા જેઓ થાનગઢમાં રહેતા હતા. તાજેતરમાં એ શ્રી વનેચંદભાઈનું અવસાન થયું છે પરંતુ પાત્ર સ્વરૂપે તેઓ હજી પણ આપણી વચ્ચે છે. પ્રસ્તુત છે તેમને અંજલિ સ્વરૂપે આ લેખ, ‘ફીલિંગ્સ’ સામાયિક દીપોત્સવી 2006 માંથી સાભાર. ]
હું, વનેચંદ, નટુ, રતિલાલ, પ્રાણલાલ, પ્રવીણ, જશવંત, સુલેમાન, થોભણ અને મથુર સરકસ જોવા સુરેન્દ્રનગર ગયા. મથુરે આ પહેલાં સરકસ ક્યારેય જોયું ન હતું. તેના પિતાએ ધોળા દિવસે માત્ર ‘ટાઢું સરકસ’ બતાવેલું. ટિકિટના પૈસા ખર્ચી રાત્રિ સમયે કાર્યરત સરકસ નહીં.
અમે ઉમંગભેર ગૅલરીની ટિકિટ લઈ સૌથી ઊંચેની બેઠકો પર, સમય કરતાં વહેલાં જઈ ગોઠવાઈ ગયા. મ્યુઝિશિયનોનો મંચ, વચ્ચેનું ગ્રાઉન્ડ, તંબૂના મથાળે દોરડાથી બાંધેલા ઝૂલા, ઝૂલાનો ખેલ કરતાં કોઈ પડી જાય તો નીચે ઝીલી લેવા મોટી જાળી. કલાકારોને પ્રવેશવા માટે મોટુ પ્રવેશદ્વાર, જિજ્ઞાસાના ભાવો સાથે સરકસ જોવા આવી રહેલા પ્રેક્ષકો. આ બધું અમે ઉપર બેઠાં બેઠાં ઝીણી નજરે જોઈ રહ્યા હતા. એમાં અમારા ગામના ઉત્તમચંદ શેઠ તેમનાં કુટુંબીજનો અને સંબંધીઓને પણ અમે પ્રવેશતા જોયા. ઉત્તમચંદ શેઠ અમારા ગામના શ્રીમંત વેપારી, શેઠની ઊંચાઈ પૂરતી હતી, પરંતુ શરીરની જાડાઈને હિસાબે જણાતી નહોતી. શેઠનું શરીર એવું જાડું હતું કે એક વાર બે-ત્રણ નાનાં બાળકો ઉનાળાના તાપમાં શેઠની પાછળ પાછળ આવતાં હતાં. શેઠ કહે, ‘એય મારી પાછળ કેમ આવો છો ?’
બાળકો કહે, ‘તમારી છાંયામાં ચાલીએ છીએ, તડકો બહુ છે ને એટલે.’
ઉત્તમચંદ શેઠને હૃદયની બીમારીને લીધે રાજકોટ લઈ જવા પડેલા. શેઠના પરિવાર સાથેના સંબંધને લઈ અમારા શિક્ષકમિત્ર જે.સી.દવે પણ સાથે ગયેલા. ડૉ. મુકુલભાઈ ટોળિયાએ શેઠનું બી.પી. લીધું, કાર્ડિયોગ્રામ કાઢ્યો, અન્ય તપાસ પૂરી કરી. જે.સી.દવેએ પૂછ્યું, ‘ડૉકટર સાહેબ, શેઠને શી તકલીફ થઈ છે ?’
ડૉ. મુકુલભાઈ કહે : ‘તેમનું હાર્ટ પહોળું થઈ ગયું છે.’
જે.સી.દવે કહે, ‘શેઠ પહેલેથી જ ઉદાર સ્વભાવના છે. ગર્લ્સ સ્કૂલમાં એકવીસ હજારનું દાન કર્યું છે. સત્સંગ ભવન માટે અગિયાર હજાર આપ્યા છે. તેમનું હૃદય પ્રથમથી જ વિશાળ છે.’
ડૉકટર કહે, ‘માસ્તર, એ વિશાળ હૃદય અને આમાં ઘણો ફેર, આમાં તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે.’
નજરેં બદલ ગઈ…
જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.
જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.
થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી.
જનરલે પૂછ્યું : ‘આ બધાં નિશાન તમે લીધા છે ?’ આવનાર ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, ‘તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો ?’
યુવાને કહ્યું, ‘ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.’
જનરલે કહ્યું : ‘હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.’ માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.
ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
ઐસી જગહ બૈઠ કોઈ કહે ના ઉઠ.
આમ કબીરસાહેબે કહ્યું છે.
આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો ? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.
વિદ્યાર્થીમિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શક્તો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે ? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું : ‘થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું ? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.’ હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.
નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.
મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી ? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને ? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો ? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે ? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો ?
પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ. મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી. મેં પૂછ્યું, ‘એલા, શું સપનું જોતો હતો ?’
મથુર કહે : ‘તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.’
મેં કહ્યું : ‘હાલ ફરવા.’
મથુર કહે : ‘ના, મારે નથી ફરવું. તું જઈ આવ.’ આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.
હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.’ દા.ત. વ્યાયામ. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.’ દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.’
You can make your living by what you earn,
But you can make your life by what you give.
‘જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.’
આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. ‘જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.’ ‘ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.’ આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શી લખ્યું છે.
ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, ‘ચાલો ભિખુ, ચાલો.’
હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.
હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, ‘ભલા માણસ, ધ્યાન રાખતા હો તો ?’ મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓને ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનને ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ. મેં નિર્ણય કરી લીધો, ‘સંઘર્ષ શક્ય નથી.’
પાછળ કાકીએ મને કહ્યું, ‘ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.’ મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : ‘અજ્ઞાનીના ઓરતા ન હોય.’
હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવકયુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આઘેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં :
મદમસ્ત યુવાનીની શિક્ષા
ઘણપણને મળે એ ન્યાય નથી
તોફાન થયું છે મધદરિયે,
સપડાય કિનારો શા માટે ?
ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.
જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો, એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, ‘સાહેબ, એક અડધી ચા પાવ.’ હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : ‘ચા સાથે નાસ્તો કરશો ?’
એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઢિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને ? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું ?
હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, ‘મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.’ ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાન પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.
મેં તેને કહ્યું, ‘ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.’
ભિક્ષુક કહે, ‘સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.’
મેં કહ્યું, ‘ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.’
ભિક્ષુક કહે, ‘કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે ?’
મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો. હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, ‘જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે ?’
શિક્ષકોનું બહારવટું
[‘મારે ક્યાં લખવું હતું ?’ પુસ્તકમાંથી સાભાર.]
એક વાર શિક્ષક-મિત્રો સૌ ચર્ચાએ ચડ્યા. સર્વશ્રી શાહ, શુક્લ અને સાકરિયા, દોશી, દક્ષિણી અને દવે-જોષી, જાની અને મુલતાની – રાઠોડ, રાણા, ચૌહાણ અને પઠાણ તેમ જ અન્ય શિક્ષક-મિત્રો, જિલ્લામાંથી આવેલા નિરીક્ષકો સૌ એવા ચર્ચાએ ચઢ્યા કે બપોરના ભોજન માટે વારંવાર વિનંતી કરવા છતાં કોઈ મંચ છોડતા નહોતા.
દોશીસાહેબે કહ્યું : ‘ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. દેશના ભાવિ નાગરિકોને ઘડવાનું દુષ્કર કાર્ય આપણે કરી રહ્યા છીએ, છતાં સમાજમાં આપણું જોઈએ તેવું માન નથી, સન્માન નથી, સ્થાન નથી. આપણે નીકળીએ ત્યારે વાલીઓ અદબથી ઊભા નથી થઈ જતાં. આ પરિસ્થિતિ શોચનીય છે, વિચારણીય છે.’ શ્રી સાકરિયા સાહેબે કહ્યું : ‘સન્માન એ વ્યક્તિની યોગ્યતા પ્રમાણે આપોઆપ પ્રાપ્ત થાય છે કે એ મેળવી લેવું પડે છે ? આ મુદ્દો સ્પષ્ટ થાય તો વધુ સારું.’ તરત જ શિક્ષકો બે વિભાગોમાં વહેંચાઈ ગયા. એક વર્ગે કહ્યું : ‘જો આપણામાં લાયકાત હશે તો સન્માન આપોઆપ મળી જશે. “માનવતાનું કાર્ય કરતાં કીર્તિ એ આવી પડેલી આપત્તિ છે.” આવું ડૉક્ટર આલ્બર્ટ સ્વાઈટ્ઝર કહેતા.’ જ્યારે બીજા વર્ગની એવી દલીલ હતી, ‘માગ્યા વગર મા પણ પીરસતી નથી, માટે સમાજ સન્માન આપશે એવી વ્યર્થ આશામાં જીવવા કરતાં કર્મવીરની જેમ મેળવી લેવા પ્રબળ પુરુષાર્થ કરવો.’
શ્રી ઠાકરસાહેબે કહ્યું : ‘પ્રયત્ન કરવા છતાં પણ જો સન્માન ન મળે તો ? તો શું કરવું ?’ અને અચાનક ઊભા થઈ શ્રી રાણાસાહેબે કહ્યું : ‘બહારવટે ચડવું.’ રાણાસાહેબના ચહેરા ફરતું તેમનું વર્તુળ જોવા સૌ પ્રયાસ કરવા માંડ્યા. આવેશમાં અને વીરરસના સંચારને લઈ રાણાસાહેબનું અંગ ધ્રૂજવા લાગ્યું. તેમણે કહ્યું : ‘બહારવટે ચડવું ! પ્રાચીન કાળમાં જ્યારે સ્વમાનનો ભંગ થતો ત્યારે વીર પુરુષો બહાર રહી વટ રાખતા, જેથી બહારવટિયા કહેવાતા. આપણે પણ આપણા માનને ખાતર, સ્થાનને ખાતર બહારવટે ચડવું.’ સમગ્ર શિક્ષણજગત માટે આ વિચાર ક્રાંતિકારી હતો, જલદ હતો, પોતાની અને સમાજની ઊંઘ ઉડાડી દે તેવો હતો. નવી ભરતી થઈ હોય તેવા યુવાન શિક્ષકો પોતાનું શૌર્ય અને પરાક્રમ દાખવવા થનગની ઊઠ્યા. અમુકે શોર મચાવ્યો, ‘બહારવટે ચડવું ! બહારવટે ચડવું !’ અમુક ખંધા અનુભવી શિક્ષકોએ બહારવટે ચડી, લૂંટ ચલાવી, જો માત્ર સંપત્તિ જ પ્રાપ્ત કરવી હોય તો તે બહારવટે ચડ્યા વગર પણ કઈ-કઈ રીતે સહેલાઈથી મેળવી શકાય તેવા ટૂંકા રસ્તા સૂચવ્યા, પરંતુ એ માન્ય રહ્યા નહિ. પરંતુ નિષ્ઠાવાન, બુદ્ધિમાન ગણાતા દવેસાહેબ જેવાની વાત વિચારવામાં આવી. દવેસાહેબે કહ્યું : ‘હક્ક-રજાઓ વ્યર્થ જાય તે પહેલાં મેળવી લ્યો. પ્રાયોગિક ધોરણે બહારવટાનો પ્રાથમિક અનુભવ પ્રાપ્ત કરો અને એમાં જો સફળતા મળે તો જ કાયમી ધોરણે બહારવટું અપનાવવું, નહિતર નહિ.’ શ્રી દવેસાહેબની વાત સૌને વાજબી લાગી. જેને જે પ્રકારની રજા પ્રાપ્ત હોય તે પ્રમાણે રજા-રિપોર્ટો ભરવાનું નક્કી થયું અને પ્રથમ બહારવટાનો અનુભવ મેળવી પછી જ અંતિમ નિર્ણય લેવો એવું સર્વાનુમતે નક્કી થયું.
બીજે દિવસે સૌએ ગૌરવભેર શાળામાં પ્રવેશ કર્યો, વિધિસર રજા-રિપોર્ટો રજૂ કર્યા અને શાળાનો ત્યાગ કરી સૌ ચાલી નીકળ્યા અને પહોંચ્યા બજારમાં. બજારમાંથી પ્રાથમિક ખરીદીનું મહત્વનું કાર્ય સૌ પ્રથમ પૂર્ણ કરવાનું હતું તેનો પ્રારંભ કરવામાં આવ્યો. શાહીના બ્લ્યુ, લાલ અને લીલા રંગના ખડિયા ખરીદ્યા. મહત્વની બાબત હોય તો જ લાલ શાહીનો ઉપયોગ કરવો અને જે મંજૂર કરવામાં આવે ત્યાં લીલી શાહીથી લખવું – આમ નક્કી થયું. પચીસ ઘા કાગળની ખરીદી થઈ. ઉપરાંત ફૂટપટ્ટીઓ, પેન્સિલો, રબ્બરો, પેનો અને બોલપેનો, ફાઈલો અને થોડાં પુસ્તકો ખરીદવામાં આવ્યાં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈના ‘સોરઠી બહારવટિયા’ અને ‘ દરિયાપારના બહારવટિયા’ વગેરે પુસ્તકો જે મળ્યાં તે લેવામાં આવ્યાં. અસલ કાઠિયાવાડી દોહાસંગ્રહ અને શૌર્યગીતોના સંગ્રહો વસાવવામાં આવ્યા. આટલી સામગ્રીથી સજ્જ થઈ અર્ધી-અર્ધી ચા પીને સૌએ વનવગડાની વાટ લીધી. ‘ચાલ્યો ઘોર રજનીમાં ચાલ્યો, માર્ગ જ્યોતિ અનુપમ ઝાલ્યો’ – આવું ગુજરાતીના શિક્ષક શ્રી બાબરિયાએ ગાયું. બાંડિયાવેલીના રસ્તે પ્રયાણ કરતાં સૌ માંડવામાં આવી પહોંચ્યા. મહાનદીના કાંઠે ભેખડો જોઈ આચાર્ય શ્રી રાઠોડે કહ્યું : ‘બહારવટિયાને રહેવાને અનુકૂળ એવા ભયાનક સ્થાનમાં આપણે આવી પહોંચ્યા છીએ.’ એટલે નદીના કાંઠે બગલા બેસે એમ શ્વેત વસ્ત્રોમાં શોભતો શિક્ષક-સમુદાય બેસી ગયો.
ચોકસાઈ એ જીવનમાં સ્વીકારવા જેવો સદગુણ છે, માટે આપણે પ્રત્યેક કાર્ય ચોકસાઈપૂર્વક કરવું – આમ વિચારી કાર્યના પ્રારંભમાં બે-ત્રણ ઘા કાગળ વાપરી નાખવામાં આવ્યા. અનેક પ્રકારનાં પત્રકો બનાવવામાં આવ્યાં. ઉદાહરણ રૂપે એક પત્રક નંબર ‘અ’ – એક અનુક્રમ નંબર, ઘટનાસ્થળ, લૂંટમાં મેળવેલ માલ – ‘આ’ ખાનાનાં પાછાં બે પેટા ખાનાં – રોકડ અને દાગીના, લૂંટમાં બતાવેલ પરાક્રમ, લૂંટનો માલ ખરીદનારની સહી, લૂંટનો માલ વેચનારની સહી અને છેલ્લું ખાનું રિમાર્કનું. કોઈએ સૂચન કર્યું, ‘ત્રણ ઠેકાણેથી ટેન્ડર લઈ કોઈ પણ કાર્ય કરવું, જેથી ઑડિટ ઓબ્જેક્શનની તકલીફ ન રહે.’
પત્રકોનું કાર્ય પૂર્ણતાએ પહોંચ્યા પછી જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી. સૌ પ્રથમ શસ્ત્ર-સમિતિનું નિર્માણ થયું. તેના પ્રમુખ અને મંત્રી નિમાઈ ગયા. સાથે નોંધ કરવામાં આવી : ‘હાલ તુરત આપણે દંડા, સોટીઓ, લાઠીઓ, ચાકુ તેમ જ ગડદિયાથી કામ ચલાવવું, પરંતુ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થતાં જાનહાનિ કરી શકાય એ કક્ષાનાં હિંસક શસ્ત્રો પણ વસાવી લેવાં, જેનો ઉપયોગ સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર થયા પછી પ્રમુખશ્રીની મંજૂરી પછી થશે.’ ત્યાર બાદ અન્વેષણ-સમિતિની નિમણૂક થઈ, જેનું કાર્યક્ષેત્ર હતું ક્યાં-ક્યાં લૂંટ કરવા જેવી છે, ક્યાં ધાડ પાડવામાં ઓછું જોખમ રહેલું છે તેની તપાસ કરવી અને અહેવાલ કારોબારીમાં રજૂ કરવો. તેના હોદ્દેદારો પણ નિમાઈ ચૂક્યા. હવે રચના થઈ લલકાર-સમિતિની, જે યુદ્ધ જેવા પ્રસંગો આવી પડે તો શૌર્યગીતો ગાઈ, વીરરસના દુહાઓ રજૂ કરી, સૌમાં જોમ અને જુસ્સો જગાવે. આ સમિતિનું કાર્ય અને હોદ્દેદારોની નિમણૂકની કાર્યવાહી પૂરી થઈ. વ્યાયામ-શિક્ષક શ્રી પઠાણના સૂચનથી એક શિસ્ત-સમિતિની રચના કરવામાં આવી. સમગ્ર યુદ્ધનું સંચાલન શિસ્તબદ્ધ રીતે થાય તેની જવાબદારી તેમને અને શ્રી મોથલિયાને સોંપવામાં આવી. યુદ્ધપ્રસંગે શિક્ષકગણની આગેવાનીનું સુકાન આચાર્ય શ્રી રાઠોડે સંભાળવું અને તેમને અચાનક ક્યાંક કાર્યક્રમ નિમિત્તે જવાનું થાય તો આગેવાની શ્રી મુલતાનીએ લેવી તેમ નક્કી થયું. જો કે યુદ્ધના સમયમાં કોઈએ રજા લેવી નહીં એવું પણ સાથે નક્કી થયું, છતાં જરૂરિયાત ઊભી થાય તો ધોરણોસરની કાર્યવાહી કરવી એવી જોગવાઈ પણ કરવામાં આવી. ઉતારા અને ભોજન-સમિતિઓની પણ રચના થઈ અને આવા કપરા કાળમાં તેમણે પણ પોતાનાં સ્થાનો સંભાળી લીધા.
અન્વેષણ-સમિતિના કન્વીનર શ્રી સી.બી. ઠાકરે સમાચાર આપ્યા કે અહીંથી એક જાન પસાર થવાની છે. તેમની પાસે કેટલી સંપત્તિ અને આભૂષણો છે તે અન્વેષણનાં પૂરતાં સાધનો પ્રાપ્ત નહિ હોવાથી જાણી શકાયું નથી, છતાં આપણી અપેક્ષાઓથી વધુ જરૂર હશે એવું કહ્યા વગર હું રહી શકું તેમ નથી. અન્વેષણ-સમિતિના રિપોર્ટ પર ગંભીરતાથી ચર્ચાવિચારણા થઈ. જાન પર ધાડ પાડવાનો અને લૂંટ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમામ સમિતિઓ કાર્યરત બની ગઈ. વ્યાયામ-શિક્ષક પઠાણે યુદ્ધની પૂર્વતૈયારી રૂપે જે કવાયત કરાવી તેમાં જ મોટા ભાગના શિક્ષક-મિત્રો થાકી રહ્યા, છતાં ફરજમાં અડગ રહ્યા. શ્રી બાબરિયાએ બુલંદ અવાજે ‘સૌ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યાહોમ કરીને પડો ફતેહ આગે’ ગીત લલકાર્યું. આચાર્યશ્રી શાહબુદ્દીન રાઠોડે શિક્ષકગણનું સેનાપતિપદ સંભાળ્યું અને સૌ નીકળી પડ્યા. આ તરફથી શિક્ષક-સમાજ અને સામેથી આવતી જાન સામસામાં આવી ગયાં. આચાર્યશ્રીએ બુલંદ અવાજે પડકાર કર્યો : ‘ખબરદાર, જ્યાં છો ત્યાં જ ઊભા રહેજો. અહીં ભીષણ રક્તપાત થશે, સ્ત્રીઓના આક્રંદ અને બાળકોનાં રુદનથી વાતાવરણ કરુણ બની જશે. આ સ્થિતિ સહી લેવી એ અમારા માટે અસહ્ય હોવાથી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ સમસ્યાનું નિરાકરણ મંત્રણાના મેજ પર થાય. આ હત્યાકાંડ રોકવા શાંતિભર્યા માર્ગો પણ છે જ. વાટાઘાટોનાં દ્વાર પણ ખુલ્લાં છે જ, પરંતુ આ બધું આપના સાનુકૂળ પ્રતિભાવ પર આધાર રાખે છે.’
જાનવાળા આચાર્યશ્રીના નિરર્થક લંબાણભર્યા પ્રવચનમાં કંઈ સમજ્યા નહિ – માત્ર આટલું જ સમજ્યા કે ‘આ છે કોઈ ફંડફાળો ઉઘરાવવાવાળા, પણ આમ વગડામાં દુ:ખી કેમ થાય છે તે સમજાતું નથી.’ જાનવાળાની વાતો સાંભળી આચાર્યશ્રીએ કાયમની ટેવ પ્રમાણે કહ્યું : ‘બંધ કરો અવાજ અને શાંતિપૂર્વક હું પૂછું તે પ્રશ્નો સાંભળી તેના પ્રત્યુત્તર આપો’
પ્રશ્ન પહેલો : તમારી સાથે સામનો કરી શકે તેવા હથિયારધારી વોળાવિયા કેટલા ?
પ્રશ્ન બીજો : તમે ક્યાંથી નીકળ્યા છો ?
પ્રશ્ન ત્રીજો : તમે ક્યાં જવાના છો ?
પ્રશ્ન ચોથો : તમારી પાસે રોકડ અને દાગીના કેટલાં છે ?
પ્રશ્ન પાંચમો : તમે કુલ કેટલાં માણસો છો ?
જાનવાળા કહે, ‘કોક નાટક કંપનીવાળા રમતે ચડી ગયા લાગે છે.’ સામતુભાબાપુએ બંદૂક કાઢી, કાર્ટિસ ચડાવ્યા અને પડકાર કર્યો : ‘અલ્યા કોણ છો ?’ જવાબમાં સૌ સમિતિના હોદ્દેદારોનાં રાજીનામાં આવી ગયાં. આચાર્યશ્રીએ ગૌરવભેર કહ્યું : ‘હાલ તુરત આપણે માનભેર આ અભિયાન મુલતવી રાખીએ છીએ.’ શ્રી પઠાણે આદેશ આપ્યો : ‘પીછે મુડેગા… પીછે મુડ..’ સૌ ફરી ગયા અને પાછા તળાવને કાંઠે આવી પહોંચ્યા. તાત્કાલિક સામાન્ય સભાની મિટિંગ યોજવામાં આવી અને આચાર્યશ્રી રાઠોડે રજૂઆત કરી : ‘આ સમગ્ર વ્યવસાયનું નિરીક્ષણ કરી, પૃથક્કરણ કરી, પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી, વિશ્લેષણ કર્યા બાદ એવું જણાય છે કે આ વ્યવસાય આપણી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોવાથી ત્યાજ્ય છે.’ સ્ટેશનરી સૌએ વહેંચી લીધી અને પુસ્તકો શાળાની લાઈબ્રેરીમાં ભેટ આપી સૌ રજા-રિપોર્ટ કૅન્સલ કરી, શિક્ષણ-કાર્યમાં લાગી ગયા.
Wednesday, March 18, 2009
બુફેની ડીશ
['જનકલ્યાણ' માંથી સાભાર.]
એનાથી એક પળ બનું ગાફેલ, નથી એને પસંદ,
ઊંઘ આવી છે, તો સ્વપ્નામાં જગાડ્યો છે મને.
‘આવો છો ને આ શનિવારે અમારી સાથે ?’ થોડા દિવસ જ થયા છે આ સંવાદને. મારા અંગત લેખક મિત્રે મને પૂછ્યું.
‘હા, આવું છું. કેટલા વાગ્યે નીકળવાનું છે ?’ મેં કાર્યક્રમનો નકશો માગ્યો. ‘સવારે ત્રણ વાગ્યે ઊઠવાનું છે. પાંચ વાગ્યે તો આપણે અમદાવાદ છોડીને નીકળી જવું પડશે. ત્રણસોએક કિલોમીટર જેટલું છેટે જવાનું છે. સાહિત્યનો કાર્યક્રમ છે. દિવસ આખો વાર્તામેળામાં વીતાવાનો છે અને રાત શાયરીના જામમાં ડૂબવાની છે પણ આ વખતે એક શરત છે. આવવાનું પાક્કું હોય તો જ “હા” પાડજો, બાકી દર વખતની જેમ છેલ્લી ક્ષણે ફસકી જતા નહીં.’ મિત્રે નકશાના બદલામાં મારી પાસે પાકી પહોંચ માગી. મેં આપી.
એમની વાત સાચી હતી. છેલ્લા એકાદ વર્ષની જ વાત કરું તોપણ લગભગ ચાર-પાંચ બહારગામના અને દસ-બાર સ્થાનિક સમારંભોમાં જવાનું છેક છેલ્લી ઘડીએ રદ કરવું પડ્યું હતું. એકવાર તો અમરેલી જવા માટે બેગ લઈને ગાડીમાં બેસવા જતો હતો અને ‘ઈમરજન્સી પેશન્ટ’ આવી જવાથી બેગ સહિત ઓપરેશન થિયેટરમાં કામે લાગી જવું પડ્યું હતું. આવું બને ત્યારે મને હતાશા ઘેરી વળે એ સ્વાભાવિક છે. હતાશા ચેપી હોય છે. મિત્રોને પણ એની અસર થાય છે. પણ આ વખતે હું મક્કમ હતો. મેં “હા” પાડ્યા પછી એમને વિશ્વાસ આપ્યો : ‘આ વખતે હું નરસિંહરાવની જેમ ઢચુપચુ નથી, સરદાર વલ્લભભાઈની જેમ દઢ છું. સવારે પાંચ વાગ્યે હું તમારી સાથે કારમાં હોઈશ. હું ભૂલી જઈશ કે હું ડૉક્ટર છું. ખુદ ઈન્દ્ર ભગવાન પણ એમની ઈન્દ્રાણીની સારવાર કરાવવા આવે તોયે ના પાડી દઈશ.’
મિત્રે મજાક કરી : ‘સારવારના બદલામાં ફી તરીકે ઈન્દ્રાસન આપે તો પણ ?’
‘ના. ઈન્દ્રાસન તો શી ચીજ છે, ખુદ ઈન્દ્રાણીને આપી દેવા તૈયાર થાય તો પણ નહીં. બોલો હવે કંઈ કહેવું છે ?’ હું મક્કમતાના શિખર પર હતો. મિત્ર પ્રસન્ન હતા. એ કેટલાયે વખતથી મને આગ્રહપૂર્વક બહારગામના સમારંભોમાં જવા માટે તૈયાર કરતા હતા. પણ હું મારા નર્સિંગ હોમને ગળે વળગાડીને ફરતો હતો. તબીબી જિંદગી મને પડછાયાની જેમ વળગેલી રહે છે, એવો પડછાયો જે અંધકારમાં પણ મારો સાથ નથી છોડતો. મારી વ્યસ્તતા મને ગમે છે એની ના નથી, પણ ક્યારેક એ જીવન મારી સાથે ક્રુર રમત રમે છે. મારી જિંદગી બુફેની ડીશ જેવી બની જાય છે. ડીશ નાની છે અને ભોજનની વિવિધતા મોટી છે. વાનગીઓના સ્વાદ એકબીજા સાથે ભેળસેળ થઈ જાય છે. પરિણામે ક્યારેક બે ઑપરેશનોની વચ્ચેના સમયમાં મારે લેખ લખવો પડે છે અને કોઈના ઘેર બેસવા ગયો હોઉં કે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયો હોઉં ત્યારે પ્રિસ્ક્રિપ્શન લખી આપવું પડે છે. એક મારો શોખ છે, બીજી મારી ફરજ છે. પણ જ્યારે ડીશમાં લીધેલી મીઠાઈના ચકતામાં ઊંધીયાનું તેલ લાગી જાય ત્યારે ભોજન બેસ્વાદ થઈ જાય છે.
પણ આ વખતે મેં પાક્કો નિર્ધાર કરી લીધો. એકવાર અમદાવાદ છોડીને બહાર નીકળી જાઉં એટલે મારા નામની આગળ લાગેલી ડૉક્ટર તરીકેની ઓળખને હું દાટી દઈશ. દુનિયામાં કંઈ હું એકમાત્ર તબીબ નથી. આપણે ત્યાં કોઈ દરજી કે સુથાર આપણને મળવા આવે કે કોઈ શુભ પ્રસંગે હાજરી આપવા આવે તો એને એમ કે કોઈ શુભ પ્રસંગે હાજરી આપવા આવે તો એને એમ કહી શકાતું નથી કે, ‘ભઈલા, આવ્યો છે તો જરા આ ચાદર ઓટી આપ કે કલાક બેસી રહેવાને બદલે બાથરૂમમાં નહાતી વખતે બેસવાનો પાટલો બનાવી આપ.’ એક ડૉક્ટરી જ એવો વ્યવસાય છે કે જેમાં…! પણ હવે એ બધું પૂરું થઈ ગયું. મેં જાણે મારો ચહેરો નેપકીનથી લૂછીને કોરોકટ કરી નાખ્યો. ચહેરા પરથી ડૉક્ટરનું મહોરું ઉતરડીને ફેંકી દીધું. હવે હું ખુદ બીમાર પડું તોયે મારી સારવાર નહીં કરું. દુનિયામાં બીજા ડૉક્ટર્સ ક્યાં ઓછાં છે ?
શનિવારે સવારે પાંચ વાગ્યે જે શરૂ થઈ એને સફર ન કહેવાય, એને તો કાયાપલટ કહેવાય. હવે મારી આસપાસ દરદીઓ ન હતા, દવાઓ નહોતી, બીમારીઓ નહોતી. એને બદલે સાહિત્યની દુનિયા હતી, ગઝલોનું વિશ્વ હતું, લેખક મિત્રો હતા, શ્રેષ્ઠ રંગભરી વાતો હતી, મન્ટો અને ચેખોવ હતા, ગીતો હતા, રૂબાઈઓ હતી, જીવનદર્શન હતું. મનને પાંખો ફૂટી હતી. સતત અહેસાસ થયા કરતો હતો કે દુન્યવી ઓળખ ઓગળી ગયા પછીની આ જિંદગી હતી. એ જ સાચી જિંદગી હતી. મીરાંની રહી ગયેલી મહેંકને જીવની જેમ જતન કરી રહેલા લેખક મિત્ર પણ સાથે હતા. મને અચાનક પૂછવા લાગ્યા : ‘ડૉક્ટર, હમણાં થોડા દિવસ પહેલાં મને હર્પિસ થયેલું એને કારણે બરડાનો દુખાવો થઈ શકે ખરો ?’ મેં બહેરા માણસની જેમ એમની સામે જોયા કર્યું. એ હસી પડ્યા. સમજી ગયા કે મારી વિદ્યા કર્ણના રથના પૈડાની સાથે ધરતીમાં ગળી ગઈ છે.
જિંદગીના વિવિધ રંગોને બિલોરી કાચમાંથી નિહાળનાર લેખક મિત્ર પણ સાથે હતાં. માર્ગમાં લાઠી ગામ આવ્યું. એમણે પૂછ્યું : ‘આ કલાપીનું ગામ. જોવું છે ને ?’ અમે સૌએ ‘હા’ પાડી. લગભગ બે કલાકનો સમય અમે કલાપીના કેકારવમાં ઓગાળી દીધો. કલાપીનો મહેલ, દરબારગઢ, મહેમાનો માટેનો ભવ્ય આવાસ, કલાપીની સમાધિ, રમાબાના મહેલનું અધવચ્ચેથી અટકી ગયેલું બાંધકામ ! એક વખત અહીં કેવી ભવ્ય જાહોજલાલી હશે ? પણ અત્યારે તો તદ્દન બીસમાર હાલત હતી. એને જોઈને કોઈ એમ પણ ન કહી શકે કે ‘ખંડહર બતા રહા હૈ કી ઈમારત બુલંદ થી.’ કલાપીના સમાધિસ્થળની આસપાસ ચારેબાજુ વિષ્ટાના ઉકરડા ઠલવાયેલા હતા. આખા ગામના ખુલ્લા સંડાસની વચ્ચે મસ્તક પર કલગી ધારણ કરેલો એક વખતનો મત્ત મયૂર સૂતેલો છે એ જોઈને ધૂમકેતુ યાદ આવી ગયા. આને માટે વિનિપાત શબ્દ ટૂંકો પડે, ઘોર વિનિપાત કહીએ તો જ કંઈક ઠીક લાગે.
‘શું વિચારો છો ?’ મેં બિલોરી રંગના આ લેખક મિત્રને પૂછ્યું.
‘જે તમે વિચારો છો તે જ. મન આખું વિષાદયોગમાં ડૂબી જાય છે ને આ બધું જોઈને ? મને તો પેલો ઉર્દૂ શેર યાદ આવી જાય છે : જમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે ? હુએ નામવર બેનિશાં કૈસે કૈસે ?’ સાંભળીને મનનો વિષાદ બેવડાઈ ગયો.
ફરી એકવાર પેલા મિત્ર મને પૂછવા લાગ્યા : ‘ડૉક્ટર, મારે બે દિવસ પછી ડાયાબિટિસની તપાસ કરાવવાની છે. તમે મને સમજાવશો કે એ તપાસ ક્યારે કરાવવી – જમ્યા પછી ?’ હું ફરીથી ફિલસૂફવત્ બની ગયો. એ સમજી ગયા કે આના ખોળિયામાંથી ડોક્ટરે વિદાય લઈ લીધી છે. હવે એ બીજાનાં તો શું પણ ખુદ કલાપીના ડાયાબિટિસની પણ સારવાર નહીં કરે ! મેં એમને સમજાવી દીધું કે હમણાં મારી બુફેની ડીશમાં હું ગુજરાતી સાહિત્યનું એક અતિ રોમેન્ટિક પ્રકરણ મૂકીને આરોગી રહ્યો છું. હું અત્યારે અહીં છું જ નહીં. આજથી સો વર્ષ પહેલાંની એ રંગીનીમાં ચાલ્યો ગયો છું. અહીં કલાપી બેસતા હશે, અહીં ગઝલો લખાતી હશે, અહીંથી એક સાથે કલાપીની બે-બે જાન ઊઘલી હશે, આ ભૂમિ પર મોંઘી વડારણ શોભનાબા બનીને મોરલાની ઢેલ બન્યા હશે, અહીં ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ લખ્યો હશે, અહીં આમ બન્યું હશે… અહીં તેમ બન્યંસ હશે…. અને આ ટપકાંઓની વચ્ચેના શૂન્યાવકાશમાં એક રાજવી કવિ ટહુકાઓ કરતો કરતો અચાનક શાંત થઈ ગયો હશે…. કે પછી એને શાંત કરી દેવામાં આવ્યો હશે ? બે કલાકને અંતે અમે લાઠી છોડ્યું. પણ આનંદની ક્યાં કમી હતી ? અમરેલીમાં લયનો કામાતૂર રાજવી રાજવી હતો, સોનલ કાવ્યોનો સોના જેવો સર્જક હતો, તો સાવરકુંડલા કે જ્યાં આ કાર્યક્રમ હતો ત્યાં તો જાણે કે સાહિત્યકારોનો મેળો હતો. બપોરના બે વાગ્યાથી શરૂ થયેલી મહેફિલ જ્યારે અંતના આગોશમાં ઢળી ત્યારે ઘડિયાળમાં રાત્રિના અઢી વાગ્યા હતા. કવિઓ અને લેખકોનો મધપુડો હતો અને શ્રોતાઓ જાણે કે મધમાખો !
મહેફિલ ડૂબી ગઈ. આંખોમાં ઉજાગરો આંજીને અમે સૌ ઊભા થયા પણ હજુ આંખોને અને ઊંઘને બાર ગાઉનું છેટું હતું. વચ્ચે મુગ્ધ વાચકો પહાડની જેમ ઊભા હતા. બધાં જ ઓટોગ્રાફવાંચ્છુ ! હાથ થાકી જાય એટલાં ઓટોગ્રાફસ હું આપતો રહ્યો. આજે મારા કન્સલ્ટિંગ રૂમની ચાર દીવાલો વચ્ચેથી બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે મારી સાહિત્યસાધના મને ક્યાં સુધી લઈ ગઈ છે ? દુશ્મનોને ઈર્ષ્યા થાય અને સાચા મિત્રોને પોરસ થાય એવી ભીડ હતી. દરેક પ્રશંસકને હું બે-ત્રણ લીટીઓનું પ્રસંગોચિત્ત લખાણ લખી આપતો હતો અને પછી નીચે મારી સહિ કરી આપતો હતો. એ પણ ખુશ હતા, હું પણ ! આ ‘ગ્લેમર’ હતું મારા માટે ! મારી લેખનશક્તિનો વાચકો દ્વારા થતો સ્વીકાર હતો આ ! મનના પાતાળકૂવામાંથી દર્પનું મવાણ ફૂટી નીકળે એ સ્વાભાવિક હતું. એની છાલક ચહેરા પરથી કળાઈ ન જાય એ માટે મારે મહેનત કરવી પડતી હતી.
એવામાં મારી સામે એક કોરો કાગળ ધરવામાં આવ્યો. મેં નજર ઉઠાવી. એ કોઈ કૉલેજ કન્યા નહોતી, એક વૃદ્ધ મારી સામે તગતગતી આંખે જોઈ રહ્યો હતો. એની આંખોમાં મારા પ્રત્યેના અહોભાવ ઉપરાંત કોઈ બીજી પણ લાગણી ડોકાતી હતી. કાગળનો છેક નીચેનો હિસ્સો બતાવીને એણે મને કહ્યું : ‘બેટા, તારા અક્ષર અહીં પાડી આપ.’ મેં મારી સહિ કરી. પછી એને પૂછ્યું : ‘બોલો કાકા ! ઉપરના કોરા ભાગમાં હું તમારા માટે શું લખી આપું તો તમને ગમશે ?’ મેં તો ખાલી પૂછવા ખાતર જ પૂછ્યું હતું. વાસ્તવમાં હું વિચારવા માટેનો સમય મેળવી રહ્યો હતો. પણ એમણે જાણે કે ગોખી રાખેલો હોય એમ જવાબ આપ્યો : ‘એમાં તું દવા લખી આપ, દીકરા…’
હું ઝાટકો ખાઈ ગયો. મારી બુફેની ડીશમાં ફરીવાર વાનગીઓની ભેળસેળ થઈ જતી હતી. મેં વિરોધ કરવા પ્રયત્ન કર્યો : ‘જુઓ કાકા, હું અહીં ડોક્ટર તરીકે નહીં, પણ…’
પણ એ વૃદ્ધના કંપતા સ્વરે મને રોક્યો : ‘બેટા, મારે એક જ દીકરો છે. એને પરણાવ્યે પાંચ વરસ થયાં. વહુને ત્રણ વાર સારા દિવસ રહ્યા અને ત્રણેય વાર કસુવાવડ થઈ ગઈ. દીકરા, આ બુઢ્ઢો તારો વાચક છે. તને મળવા અમદાવાદ સુધી આવવાનું તો મારાથી બને એમ નથી, પણ આજે ભગવાને જ તને અહીં મોકલી આપ્યો છે. હું બાજુના ગામડેથી એકલો આવ્યો છું. તું આવવાનો છે એની મને કાંઈ જ ખબર નહોતી, પણ તને જોયા પછી ખાધા-પીધા વગરનો બાર કલાકથી હું અહીં બેઠો છું. ક્યારે તું નવરો પડે ને ક્યારે તને મળું ? દરદીને તપાસ્યા વગર પણ તું દવા લખી આપ. ભગવાનને કરવું હશે તો તારા હાથમાં જશ આપશે ને મારા હાથમાં મારા દીકરાના દીકરાને ઘોડિયામાં હીંચકાવવાનું સુખ ! ક્યારે મારી આંખ મીંચાઈ જાય એ….!’
મેં ફરીથી પેનનું ઢાંકણ ખોલ્યું. મારી ડીશમાં મીઠાઈના ચકતા ઉપર લગભગ બધી જ વાનગીઓ ઢળી પડી હતી. પણ છતાંયે મીઠાઈ કોણ જાણે કેમ મીઠી જ લાગતી હતી !
Tuesday, March 17, 2009
હુકમના પાનાં
[ ડૉ. શરદ ઠાકરની સાહિત્યકૃતિઓના ચાહકો માટે આનંદના સમાચાર એ છે કે તેમનું ઈ-મેઈલ એડ્રેસ હવે ઉપલબ્ધ છે. વિશ્વના વાચકો સરળતાથી તેમનો સંપર્ક કરી શકે છે. (કામની વ્યસ્તતાને કારણે તેઓ દર શનિ-રવિ જવાબ પાઠવી શકશે.) તેમનું ઈમેઈલ છે : drsharadthaker@yahoo.com આપ તેમનો +91 9426344618 પર પણ સંપર્ક કરી શકો છો.]
ઓ દોસ્ત, કોઈ દોસ્તનો એમાં નથી કસૂર;
વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત.
બધાંનું માનવું એવું હતું કે મારે મોરખડા ન જવું, ત્યાં જવામાં ડર જેવું હતું. પણ હું ડર્યો નહીં. પંદર દિવસનો જ સવાલ હતો અને બધાં જ પાનાં મારી વિરુદ્ધની બાજીમાં હતાં, પણ રમતની હાર-જીતનો ફેંસલો હુકમના પાનાં પર હોય છે એ હું જાણતો હતો.
‘મોરખડા જાવા જેવું નથી, ભાઈ !’ ડૉ. પટેલે મને વડીલની જેમ સમજાવવાની કોશિશ કરી.
‘અને જઈશ તો પાછા અવાય એવુંયે નથી….’ ડૉ. ચામાડિયાએ કહ્યું. આમ તો એની અટક ‘શાહ’ હતી, પણ એની ડ્યુટી હમણાં ચામડીના વિભાગમાં લાગી હતી.
‘તું જો જીવતે જીવ પાછો આવે, તો સીધો મારા વોર્ડમાં જ દાખલ થઈ જજે. હું તારા ભાંગેલાં હાડકાં વિનામૂલ્યે સાંધી આપીશ.’ ડૉ. હથોડાપેડિક બોલ્યો. એ ઓર્થોપેડિક વિભાગમાં હતો. હું હવે નિખિલ તરફ ફર્યો. એ કાનમેલિયો હતો, અર્થાત્ ઈન.એન.ટી સ્પેશ્યાલિસ્ટ. મેં પૂછ્યું : ‘તારે કંઈ કહેવાનું છે ?’ એને શરદી થઈ હતી. કાને ઓછું સંભળાતું હતું અને ગળામાં સોજાને કારણે સાફ રીતે બોલી પણ શકાતું નહોતું. એણે ઘોઘરા અવાજે કહ્યું : ‘મારે બીજા કોઈ સારા ઈ.એન.ટી સ્પેશ્યાલિસ્ટને બતાવવું પડશે એમ લાગે છે. પણ તું જો મોરખડા જવાનું નક્કી કરીને જ બેઠો હોય, તો પહેલું કામ તારું ‘વીલ’ (વસિયતનામું) બનાવવાનું કરી નાંખજે.’
હું હસ્યો : ‘મારી મૂડીમાં તમે બધાં મિત્રો જ છો અને આવાં ઉત્તમ મિત્રો બીજા કોઈને વારસામાં આપી જવા જેટલી ઉદારતા મારામાં હજુ નથી ઊગી. હું તો મારી અંતિમ ઈચ્છામાં એવું લખવાનો છું કે, મોરખડા મુકામે જો ધીંગાણું થાય અને એ ધીંગાણામાં આ ગરીબ બ્રાહ્મણ કામ આવી જાય તો એની પાછળ તમને બધાંય મિત્રોને પણ ચિતા પર ચડાવી દેવા.’ બધાં છેલ્લી વારનું હસતાં હોય એમ હસ્યાં. પછી ધીમેથી મને ઘેરી વળ્યાં. ડૉ. રાવલે ગંભીરતાથી પૂછ્યું : ‘સંસાર પરથી ખરેખર આટલો બધો વૈરાગ્ય આવી ગયો છે ? અને આપઘાત કરવો જ હોય, તો બીજાં દર્દરહિત ઉપાયો ક્યાં ઓછાં છે ? આમ તલવાર અને ધારિયાંના ઘા ઝીલવાની કોઈ જરૂર ખરી ? તને ખરેખર ત્યાં જતાં ડર નથી લાગતો ?’ બધાનું માનવું એવું હતું કે, મારે મોરખડા ન જવું, ત્યાં જવામાં ડર જેવું હતું…. પણ….!
મારે પંદર દિવસ માટે ડેપ્યુટેશન પર જવાનું હતું. પાંચ ગામમાંથી કોઈ પણ એક પર મારે પસંદગી ઉતારવાની હતી. મેં સામે ચાલીને મોરખડા જવાનું પસંદ કર્યું હતું. ગામના નામ લખેલાં કાગળ પર નજર ફેરવતો હતો. ત્યાં જ એ નામે મને આકર્ષ્યો હતો. મારી આંખમાં એક ચમકારો આવી ગયો હતો. આ ગામની ભારે રાડ હતી. ત્યાં સરકારી દવાખાનું હતું, પણ કોઈ ડૉક્ટર નહોતો. આખું ગામ દરબારોનું. બધા એક જ શાખના જાડેજા રાજપૂતો ! આમ કોઈ બીજું વ્યસન ન મળે, અને મારામારીને એ લોકો વ્યસનમાં ગણતા નહીં. દુનિયા આગળ નીકળી ગઈ, પણ આ જાડેજી ગામ હજુ મધ્યકાલીન રાજપૂત-યુગમાંથી એક ઈંચ પણ આગળ નહીં વધેલું. ડૉક્ટર જેવા નરમ પ્રાણીની વાત જ છોડો, મોરખડામાં કોઈ શાકભાજી વેચવા પણ જતું નહીં. જાડેજાઓ શાક વગર જ ચલાવી લેતા. ગામમાં બસો ખોરડાં, પણ બધા જ રાજા, રૈયતમાં કોઈ ન મળે !
કોઈ ડૉક્ટર ત્યાં જવા રાજી નહીં. ત્યાં નોકરી મળે, તો ડૉક્ટરી લાઈન બદલાવી નાખે ! કોઈ અજાણ્યો જણ ત્યાં જવાની હા પાડે, તો સરકાર એને ઈન્ટરવ્યૂ વખતે જ નોકરી પર હાજર થવાનો ઑર્ડર હાથોહાથ આપી દે ! ટિકિટભાડું આપવા પણ રાજી થઈ જાય. પણ બીજે અઠવાડિયે ફરીથી મોરખડાનું નામ ઈન્ટરવ્યૂવાળા ચોપડે નોંધાઈ જાય. મને આવા માથાભારે ગામે આકર્ષ્યો. મિત્રો બધાં મને અંતિમવિદાય આપી રહ્યા હોય તેવાં ગંભીર બની ગયાં. મારે તો માત્ર પંદર જ દિવસ કાઢવાના હતા. હું ગમે તે ગામમાં જઈ શક્યો હોત, પણ મારે એક અનોખો અનુભવ લેવો હતો. અસંખ્ય વાચકો મને પત્ર દ્વારા અને રૂબરૂમાં પૂછતા હોય છે કે, તમે લખો છો એટલા બધા વૈવિધ્યસભર પ્રસંગો ખરેખર તમારા જીવનમાં બનતા રહે છે ? હું કહું છું કે પ્રસંગો બધાની સાથે બનતા હોય છે અને ક્યારેક આપણે સામે ચાલીને પણ ઘટનાને મળવા જવું પડે છે. આજે હું આમ જ સામે ચાલીને મોરખડા ગામે જઈ રહ્યો હતો.
મેં મોટરસાયકલને ‘કીક’ મારી એ સાથે જ પટેલે મને પૂછ્યું : ‘ક્યારે પાછો ફરીશ ?’
મેં એક્સિલેટર દબાવતાં પહેલાં જવાબ આપ્યો : ‘બપોરે ચારેક વાગ્યે… રોજનો આ જ ક્રમ રહેશે. સવારે જવાનું અને સાંજે પાછા. પણ તું કેમ આમ પૂછે છે ?’
એણે કહ્યું : ‘પોલીસમાં ફરિયાદ ક્યારે કરવી એની ખબર પડે ને એટલા માટે…..’
‘એનાથી કંઈ નહીં વળે… ત્યાંયે અરધો સ્ટાફ જાડેજાનો જ છે.’ હું હસ્યો ને મેં ગાડી દબાવી મૂકી.
માંડ દસેક વાગવા આવ્યા હશે ને મોરખડાનું નામ ચીતરેલું પાટિયું દેખાયું. પણ તીરની દિશા ઉપર આકાશ ભણી જતી હતી. કોઈ અનુભવીએ જ પાટિયાને ફેરવી દીધું હશે. રસ્તાની બંને બાજુએ કેડી જતી હતી. મારે ક્યાં જવું – ડાબે કે જમણે ? મનમાં થઈ રહેલી મૂંઝવણનો ઉકેલ બનીને ઊભો હોય એવો એક છોકરો દેખાયો. માંડ દસેક વરસનો હશે. મેં મોટરસાયકલ ઊભી રાખી. એને પૂછ્યું : ‘એઈ ટેણિયા, મોરખડા કઈ દિશામાં આવ્યું ?’ ટેણિયો જાડેજા હશે એની મને શું ખબર ? તુંકારો સાંભળીને પળવારમાં ધગધગતું લોખંડ બની ગયો :
‘કોઈ દિવસ દરબાર સાથે વાત કરી છે ? જાડેજાનો દીકરો હજી તો જન્મ લેતો હોય ત્યાં એને ‘બાપુ’ કહીને બોલાવવો પડે એ રિવાજ હજુ શીખવાનો બાકી લાગે છે ! પહેલાં સો વાર ‘બાપુ બાપુ’ ગોખી આવો, પછી મોરખડાનો મારગ પૂછજો. કેવા છો જાતે ?’
મેં કહ્યું : ‘ડાબે ખભે જનોઈ છે.’
‘તો જાવ. પહેલો ગૂનો માફ કરું છું બ્રાહ્મણ છો એટલે. ડાબે હાથે વળી જાવ. મોરખડું હજી તો શિરાણમાંથી હમણાં જ પરવાર્યું હશે. પણ મે’માન, કાલથી આ બાજુ દેખાતા નહીં. ફરીવાર માફ નહીં કરું.’ ટેણિયા બાપુને પાટિયા નીચે જ ઊભેલા છોડીને હું ડાબી બાજુએ વળી ગયો. પહેલાં કૂવો આવ્યો. રજપૂતાણીઓ હોય કે એમને ત્યાં કામ કરતી બાઈઓ હોય, પણ કૂવામાંથી પાણી ખેંચતી વેળા કેવી શોભી રહી હતી ? હું એકિટશે એમના ઘૂમટા કાઢેલા દેહમાંથી ટપકતાં નૃત્યને જોઈ રહ્યો. સામે જ ઓટલે બેઠેલા બેમાંથી એક જુવાને ખોંખારો ખાધો. મારે આ ઈશારામાં સમજી જવું જોઈતું હતું. પણ ન સમજ્યો. બાપુએ બોલવાની તકલીફ ઉઠાવવી પડી : ‘ગાડીને વહેતી રહેવા દ્યો. આંખમાં કાંઈ પડ્યું હોય તો અમારા ભણી આવો. વ્યાધિનો નિકાલ કરીએ. ભાલાની અણીએ તણખલું કાઢી દઈએ.’
મને લાગ્યું કે ભાલાની અણીએ આંખ વીંધાવવા કરતાં એમની ભાષાની અણીએ ગાડી ભગાવવી સારી ! આગળ જતાં ચોરો આવ્યો. દસેક જુવાનિયા બેઠા હશે. મેં ઘરઘરાટી સાથે મોટરસાયકલ તીરની જેમ ચોરાને અડીને કાઢી.
‘એ જરાવાર ઊભા રે’જો, મે’માન….’ એક કરાડો જુવાન ઊભો થયો પાસે આવ્યો.
‘બોલો શું છે ?’ મેં ચાલુ એન્જિને પૂછ્યું.
એણે છેક પાસે આવીને ગાડીની ચાવી ફેરવી. એન્જિનની ઘરઘરાટી બંધ પડી ગઈ. ચાવી એણે કાઢીને ખમીસના ખિસ્સામાં સેરવી દીધી : ‘ખબર નથી કે આ મોરખડાનો ચોરો છે ? અહીં જાડેજાનો એક બચ્ચો ભી બેઠો હોય ને, ત્યાં સુધી બહારના કોઈથી વાહન પર ન જઈ શકાય. ચાલતા જ જવું પડે. બીજાં ગામનો રજપૂત હોય તો પણ ! ઘોડેસ્વાર જતો હોય તોયે એકવાર તો એણે ઊતરી જવું પડે, ડાયરાને ‘રામ રામ’ કહીને આગળ ગયા પછી જ ઘોડા પર બેસાય. માથે ટોપી પહેરી હોય તો એ ય ઉતારીને હાથમાં લઈ લેવી પડે. કેવા છો જાતે ?’
‘બ્રાહ્મણ’ મેં કહ્યું.
‘તો બચી ગયા તમે અને આ ગાડીયે બચી ગઈ ! પણ આ એક જ ગુનો માફ, સમજ્યા. કાલથી મોરખડાનું નામ સરખું યે યાદ ન રાખતા…..’ એણે લાલ આંખ કરતાં કહ્યું.
‘સમજી ગયો, પણ હવે મને એ સમજાવો કે તમારા ગામના સરપંચ પર્વતસિંહનું ખોરડું ક્યાં આવ્યું ?’ મેં પૂછ્યું.
‘અમારી રાવ ખાવા જાવું છે સરપંચ પાસે ? જાવ, આ સહેજ આગળ જઈને જમણે વળી જાવ. સામે જ મેડિબંધ મકાન દેખાશે. ખડકીના બારણે ‘જય મા ભવાની’ લખેલું હશે ને મેડીના ઝરૂખા પર સિંદૂર લગાડેલી તલવાર ટાંગી હશે. એ જ મોટા બાપુની ડેલી. પણ જરા સાચવીને જજો. મોટાબાપુ બહુ ખાટા સ્વભાવના છે. ચોર્યાશી ખૂનના આરોપી છે. પોલીસે હજી આંગળી અડાડવાની હિંમત નથી કરી. પુરાવો ક્યાંથી કાઢવો ? છેલ્લાં ચાળીસ વર્ષથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. ત્યાં જરા બોલવા ચાલવામાં ભાન રાખજો. બાકી બાપુ પંચાશીમું ‘મર્ડર’ કરતાંય વિચાર નહીં કરે. અરે, એમણે તો હાથે ય લોહીવાળો કરવો નહીં પડે. અમે બધા જ પીંખી નાખીએ એવા છીએ. મોટાબાપુના એક ઈશારા પર અમારા બસે ઘર….. બાપુ બોલતા રહ્યા અને હું ચાલતો થયો.
બે મિનિટ પછી હું મોટાબાપુ પર્વતસિંહની મેડી પર આવેલા રજવાડી દીવાનખંડમાં બેઠો બેઠો ગામના લોકોની વર્તણૂક બાબત બખાળા કાઢી રહ્યો હતો. દીવાલ પર રંગબેરંગી રબારી ભરત ભરેલાં ચકળા લટકી રહ્યા હતા. રાચરચીલામાં હાથીના પગ જેવા પાયાવાળા વિશાળ ઢોલીયા ઢાળેલા હતા. એક પર હું બેઠો હતો. બીજા પર બાપુ આડા પડ્યા હતા. રૂમમાં હુક્કાનો ગડગડાટ અને એમાંથી નીકળતી ગડાકુની મીઠી સુગંધ પ્રસરી રહ્યાં હતાં. મારી ફરિયાદો બાપુને પસંદ આવી હોય એવું લાગ્યું નહીં. એમની આંખમાં રતાશ ફૂટી.
‘કેવા છો ડૉક્ટર તમે ?’ આ પ્રશ્ન મને જાડેજાનો કૂટપ્રશ્ન લાગ્યો.
આ વખતે જાણી જોઈને મેં જવાબ બદલ્યો : ‘કેવો છું એ ન પૂછો, બાપુ ! ક્યાંનો છું એ પૂછો.’
‘ક્યાંના છો ?’ બાપુને કશું સમજાયું નહીં કે હું શો જવાબ આપીશ.
‘જૂનાગઢનો….’ મેં ધીમેથી કહ્યું. બાપુ બેઠા થઈ ગયા. આંખ પૂરેપૂરી ખૂલી ગઈ.
‘ત્યાંના દવાખાનામાં કામ કરેલું ?’ એમણે હુક્કો ગગડાવવાનું બંધ કરીને મારી સામે જોયું.
‘દવાખાનામાંયે કરેલું અને જેલમાં પણ…’ મેં એમની આંખમાં આંખ પરોવીને ‘હા’ પાડી.
‘જેલમાં પણ ? ત્યારે તો આપણા જુવાનસિંગને….’ એમની આંખમાં વાત્સલ્ય આવીને બેસી ગયું.
‘હા, તમારા દીકરા જુવાનસિંગને ઓળખું છું હું. જેલમાં ડૉક્ટર તરીકેના ડેપ્યુટેશન પર હતો, ત્યાં રોજ મળતો એને. વધારાનું દૂધ અને મજૂરીમાં રાહત પણ લખી આપતો. એ તમારી રોજ ચિંતા કર્યા કરતો. મેં એને વચન આપ્યું હતું કે મોકો મળશે તો એકવાર રૂબરૂ મોરખડા જઈને તારા બાપુને મળતો આવીશ, તારા સમાચાર આપતો આવીશ. આજ સુધી એ ન બન્યું. આજે સરકારી ખર્ચે આવ્યો છું અહીં ! મેં એ પછીની ત્રીસ મિનિટ સુધી મોટાબાપુ જોડે જુવાનસિંગની વાતો કર્યા કરી. વચમાં મોટાબાપુએ એક લટકતી દોરી ખેંચી. નીચે ફળિયામાં દોરીને બીજે છેડે બાંધેલી ઘંટડીઓ રણકી ઊઠી. થોડી વારે ઝાંઝરનો ઝણકાર પગથિયાં ચડતો ઉપર આવી રહ્યો હોય એમ લાગ્યું. મેડીના કમાડ પાસે એ સંગીત થંભ્યું.
મોટાબાપુએ ખોંખારો ખાધો : ‘વહુ બેટા, ડૉક્ટર સાહેબ માટે કઢેલાં દૂધ બનાવો. બાને કહો કે રોટલાની તૈયારી કરે. મે’માન હવે પંદર દિવસ આપણે ઘેર જ રોકાવાનાં છે અને પસાયતાને કહી દો કે ગામ આખામાં ઢોલ વગડાવે કે ડૉક્ટરની સામે ઊંચા અવાજે વાત કરશે એને મોટાબાપુના એકના એક દીકરા જુવાનસિંગના સોગંદ છે.’ હું મોટાબાપુની સામે જોઈ રહ્યો. પાંસઠેક વર્ષના ઝુરીદાર ચહેરા પર અચાનક આજે ચમક આવી ગઈ હતી. આજે કોઈક એના જનમટીપની સજા કાપી રહેલા જુવાન દીકરાના સમાચાર લઈને આવ્યું હતું. આજે વર્ષો પછી પહેલીવાર પગથિયાં ઊતરી રહેલી પુત્રવધૂના પગના ઝાંઝર કોઈ અનેરા ઉત્સાહથી ઝણઝણી રહ્યાં હતાં. આજે વર્ષો પછી ચૂલાની તાવડીમાં શેકાઈ રહેલા બાજરીના રોટલામાંથી ધાન્યની મીઠી સોડમ સાથે માતૃત્વની સોડમ પણ ભળી જવાની હતી.
હું ઘૂંટડે ઘૂંટડે રકાબીમાંથી કઢેલું દૂધ પી રહ્યો હતો અને એક વૃદ્ધ બાપ મને ટગર ટગર જોઈ રહ્યો હતો અને પૂછતો હતો : ‘તમે રોજ મારા જવાનસિંગને વધારાનું દૂધ લખી આપતા ? તમને કેમ ખબર કે એને દૂધના બહુ હેવાં છે ? જેલમાં દૂધ ચોખ્ખું મળે કે પછી પાણીવાળું ? આપણા ખરચે જેલમાં ભેંસ બાંધવા દે કે નહીં ? તમે મારા જવાનસિંગની સામે સાવ નજીક બેસીને જ વાતો કરતા એમ ? આપણે બેઠા છીએ એટલા અંતરથી જ ?’ હું શું પીઉં ? કઢેલું દૂધ કે ઘૂંટાયેલા, વેદનાસભર આ શબ્દો ? બપોરનો રોંઢોં કરીને હું નીકળ્યો. મોટાબાપુએ બહુ આગ્રહ કર્યો પણ હું ન રોકાયો. બપોરના સાડા ચાર પહેલાં જો હું પાછો ન ફરું તો મિત્રો પોલીસમાં ફરિયાદ નોંધાવે એવા હેતાળ હતા.
ખડકીની બહાર મારી મોટરસાયકલ ચાવી ભરાવેલી હાલતમાં પડેલી હતી. મેં ‘જય માતાજી’ કહીને મોટાબાપુની રજા લીધી. ‘કીક’ મારી અને ઘરઘરાટીનો જબરો અવાજ આખા મોરખડામાં ગુંજી રહ્યો. મેં ચોરા વચ્ચાળેથી ભર ડાયરા સામે માથું હલાવીને ગાડી ભગાવી. કૂવાના થાળા પાસે મેલાં કપડાં ધોકાવી રહેલી સ્ત્રીઓ તરફ આંખ ભરીને જોઈ લીધું. ગામ બહાર આવીને મોરખડા લખેલાં પાટિયા નીચે જોયું. ટેણિયો ક્યાંયે દેખાણો નહીં. કદાચ મોટાબાપુનો પ્રેમાળ હુકમ બધે ફરી વળ્યો હતો.
એ પછી પણ બીજા ચૌદ દિવસ સુધી મેં મોરખડામાં તબીબી કાર્ય કર્યું. બધાનું માનવું એવું હતું કે, મારે મોડા મોડા પણ સમજી જવું…. મોરખડા જવામાં જોખમ જેવું હતું…. પણ હું ડર્યો નહીં. જિંદગીની બાજી ખુશનુમા હોય કે કરુણ, પણ હારજીતનો ફેંસલો હુકમના પાના પર રહેતો હોય છે. મોરખડા ગામનો હુકમનો એક્કો મારી પાસે હતો… અને એ એક્કાનો હુકમ પણ મારા પક્ષે હતો….