Saturday, April 25, 2009

આવકાર

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકાર મીઠો….આપજે રે જી…..
તારે કાને કોઈ સંકટ સંભળાવે, રે,
બને તો થોડું…..કાપજે રે જી…….
માનવીની પાસે કોઈ…. માનવી ન આવે….
રે….. (2)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [1]
કેમ તમે આવ્યા છો ?….. એમ નવ કે’જે….
રે…..(2)
એને ધીરે એ ધીરે તુ બોલવા દેજે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [2]
વાતું એની સાંભળીને….આડું નવ
જોજે….રે…..(2)
એને માથું એ હલાવી હોંકારો દે જે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [3]
‘કાગ’ એને પાણી પાજે….
સાથે બેસી ખાજે…… રે…. (2)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [4]

સહવાસ

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં

ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં

જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ

પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

અમર મુક્તકો

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી