એક દુકાનની બહાર લખ્યું હતું : ‘સોમવારે દુકાન બંધ રહેશે,
મંગળવારે દુકાન બંધ રહેશે……
એમ કરીને સાતેય વારનું લખ્યું હતું.ત્યાંથી રોજ પસાર થતા માણસને કૂતુહલ થયું. એણે એક દિવસ ઊભા રહીને દુકાનદારને પૂછ્યું :‘તમે આવા ખોટા બોર્ડ કેમ રાખો છો ? હું રોજ અહીંથી પસાર થઉં છું, તમારી દુકાન તો ક્યારેય બંધ હોતી નથી.’
દુકાનદારે કહ્યું : ‘ભલા માણસ ! મારો એ બોર્ડ વેચવાનો જ ધંધો છે !’
******
કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો.
બ્રાહ્મણે કહ્યું : ‘હવે નવ જાતનાં ધાન (અનાજ) મંગાવો…..
’કનુ કડકો કહે : ‘ઘરમાં એટલાં બધાં ધાન હોત તો બાપા જીવતા ના હોત ?’
*******
‘અરે ભાઈ ! આ તારી ચામાં માખી પડી છે….’
‘એમાં આટલા બરાડા શાના પાડો છો ?
આટલી નાની માખી તમારી કેટલી ચા પી જવાની હતી ?
’******
કંજૂસ શેઠ : ‘આ વર્ષે તેં મન દઈને કામ કર્યું છે એટલે તને પાંચ હજાર રૂપિયા બોનસનો ચેક આપું છું.’
નોકર : સાચ્ચે જ ?
કંજૂસ શેઠ : ‘આ રીતે જ કામ કરતો રહીશ તો આવતા વર્ષે આ ચેક પર સહી પણ કરી આપીશ.
’******
છગન : ‘શાંતિલાલ હવે બસ કરો. લગ્નમાં જમવાનું હોય પણ કેટલા કલાક ?’
શાંતિલાલ : ‘હું તો ખાઈને કંટાળી ગયો છું પણ કંકોતરીમાં લખ્યું છે કે ભોજનનો સમય રાતના 8 થી 11 સુધી.
’******
વાણિયો : ‘આ કેળા કેમ આપ્યાં ?’
દુકાનદાર : ‘એક રૂપિયાનાં.’
વાણિયો : ’60 પૈસામાં આપીશ ?’
દુકાનદાર : ’60 પૈસામાં ખાલી છાલ મળશે.’
વાણિયો : ‘આ લે 40 પૈસા. છાલ રાખી લે અને કેળાં આપી દે.’
******
સંતાસિંહ કેમ અરીસાની સામે બેસીને ભણે ?
એક તો એના કારણે રિવિઝન પણ થઈ જાય,
બીજું, એને એકલા વાંચવું ગમતું નથી.
ત્રીજું, પોતાના પર નજર રાખનાર કોઈ તો જોઈએ ને !
******
સંતાસિંહ 35 રને પહોંચ્યા અને હવામાં બેટ ઉછાળવા માંડ્યા.
સચીને એને કહ્યું : ‘યાર અભી 50 યા 100 નહીં હુઆ હૈ, ક્યું બેટ ઉછાલ રહે હો ?
’સંતા : ‘તૂં નહીં સમઝેગા. 35 કા મહત્વ તો કેવલ ગ્રેજ્યુએટ હી સમજ સકતા હૈ ! તું રહેને દે….
’******
બે માણસ અગાશી પરથી કૂદ્યા.
પહેલો : હું આ 50મી વાર કૂદી રહ્યો છું. I am a Record holder.
બીજો : હું તો આ પ્રથમ જ વાર કૂદ્યો છું. I am a Share holder.
*******
આજે મંદીનો માહોલ કેવો ભયાનક છે એનો એક ચિતાર….
છગન : ‘અલ્યા, તારાં ધંધાપાણી કેમ ચાલે છે ?’
મગન : ‘અરે તું વાત જ ના કર. એકદમ ભંગાર. અલ્યા, જે લોકો કોઈ દા’ડો નો’તા ચૂકવતા ઈ બધાએ પણ ખરીદવાનું બંધ કરી દીધું છે, બોલ !!
’*******
સંતા અને એની પત્ની વચ્ચે બરાબરની લડાઈ થઈ. એકબીજા સાથે ઝઘડ્યા પછી સંતા એની પત્નીનો ભીંત પર લટકતો ફોટો લઈને ભાગ્યો સીધો કબ્રસ્તાનમાં…
ત્યાં એક ઝાડ પર ફોટો લટકાવીને નીચે લખ્યું : ‘Coming Soon !!’
******
છગન : ‘કોલંબસ જો પરણેલો હોત તો એ માણસ કદી અમેરિકા ખંડને શોધી ના શક્યો હોત.’
મગન : ‘એવું કેમ ?’
છગન : ‘કારણ કે એની પર પ્રશ્નોનો મારો કરવામાં આવત : ક્યાં જાઓ છો ? કોની જોડે જાઓ છો ? શા માટે જાઓ છો ? ત્યાં શું કામ છે ? કેટલા દિવસ માટે જાઓ છો ? પાછા ક્યારે આવવાના ? કોઈ દહાડો કીધેલા ટાઈમે પાછા આવ્યા છો ?’
*******
છગનના મોબાઈલ પર મેસેજ આવ્યો :‘….આથી અમેરિકન એમ્બસી દ્વારા તમામ ગુજરાતીઓને ખાસ જણાવવાનું કે, કૃપયા H1N1 માટે એપ્લીકેશન ન મોકલશો. એ વિઝા નથી….’
******
સંતાસિંહ પોતાની લગ્નતિથિ પર પોતાની પત્ની માટે ગીફટમાં ગુલાબનું ફૂલ લઈને આવ્યો !
પત્ની ચીડાઈને બોલી, ‘કોઈ સોને કી ચીજ નહીં લા સકતે થે ?’
સંતાસિંહ પાછો ગયો અને બજારમાંથી એક ઓશીકું લઈ આવ્યો !
******
શિક્ષિકા : ‘મનિયા, તારા પિતાનું નામ વાપરીને અંગ્રેજી વાક્ય બનાવ.’
મનિયો : ‘માય ફાધર્સ નેમ ઈઝ બટર રેડ ગવર્મેન્ટ.
’શિક્ષિકા : ‘આ શું કહે છે ? તારા પિતાનું નામ બટર રેડ ગવર્મેન્ટ છે ?’
મનિયો : ‘તમે અંગ્રેજી કીધું ને એટલે એમનું નામ અંગ્રેજીમાં બોલ્યો. બાકી એમનું નામ ગુજરાતીમાં ‘નવનીતલાલ સરકાર’ છે.
******
મનિયો : ‘બાપા, હું શેરીમાં વરસાદમાં રમવા જાઉં ?’
બાપા : ‘મારી તો હા છે, પણ જરા તારી માની રજા લઈ લે. અને સાંભળ… એને કહેજે કે બાપાએ શેરીમાં જવાની ના પાડી છે….’
******
પોલીસ : ‘કેમ અલ્યા, તું જાણતો નથી કે ભીખ માગવી એ ગુનો છે ?’
ભિખારી : ‘પણ સાહેબ, મેં ભીખ માંગી જ નથી, મેં તો વરસાદ આવે છે કે નહિ તે જોવા માટે હાથ લાંબો કર્યો’તો. અને તેણે મારા હાથમાં રૂપિયો મૂકી દીધો !’
******
ગ્રાહક : ‘તમારી બ્રેડ ખૂબ ખરાબ હોય છે.’
દુકાનદાર : ‘અરે જનાબ, હું તે સમયથી બ્રેડ વેચું છું જ્યારે તમારો જન્મ પણ નહીં થયો હોય.’
ગ્રાહક : ‘તે સમયની બ્રેડ અત્યારે શું કામ વેચો છો ?’
******
એક બહેન (દુકાનદાર ને) : “તમારે ત્યાં સાબુ હશે ?”
દુકાનદાર : “છે ને બહેન, કયો આપું ?”
બહેન : “ના જોઈતો નથી. સાબુ હોય તો તમે હાથ ધોઈને એક કીલો ચોખા આપો ને !”
******
શેરીમાં નવા રહેવા આવેલા ભાડૂઆત તેના પડોશીને પૂછે છે.
ભાડૂઆત : શું તમારો દીકરો છે ?
પાડોશી : હા, એક દિકરો છે.
ભાડૂઆત : શું તે સિગરેટ પીએ છે ?
પાડોશી : ના.
ભાડૂઆત : વાહ ! તમારો દીકરો કેટલો સારો છે ! અત્યારે આવા સંસ્કારી છોકરાં મળવા મુશ્કેલ છે. તેની ઉંમર કેટલી ?
પાડોશી : ત્રણ મહિના.
******
બે મુરખાઓએ દૂકાન ચાલુ કરી, પણ અઠવાડિયું થયું, તેમને ત્યાં કોઈ ઘરાક આવ્યું નહીં. એટલે આ બંને જણે દુકાનનું માર્કેટિંગ કરવા માટે વારાફરતી બજારમાંથી ચાલતા-ચાલતાં દુકાન તરફ આવવું અને કોઈક વસ્તુ ખરીદવાનું નાટક કરવું, જેથી લોકોને એમ લાગે કે આ દુકાને ઘરાક આવે છે – એવો પ્લાન બનાવ્યો.
સૌપ્રથમ પહેલો મુરખો હતો તે દુકાને કાઉન્ટર પર બેઠો અને બીજાને સામેથી ચાલતાં-ચાલતાં આવવાનું કહ્યું.
બીજો ચાલતો-ચાલતો આવ્યો અને દુકાને આવી તેણે કાઉન્ટર પર એક બોટલ મૂકીને કહ્યું : ‘એક કીલો ગોળ આપો ને !’
પહેલો મુરખો તેની સાથે ઝઘડયો. “આમાં એક કીલો ગોળ આવતો હશે ? તું તો સાવ મુરખો છે. જા ફરી થી નાટક કર. અને સાંભળ, આ વખતે બરાબર કરજે”
પેલો ફરીથી બજાર તરફ ગયો અને દૂકાન બાજુ ચાલતો ચાલતો આવ્યો. આવીને તેણે ફરીથી કાઉન્ટર પર બોટલ મૂકી.“500 ગ્રામ ગોળ આપોને.”
હવે પહેલો મુરખો બરાબર અકળાયો. તેણે તેને કીધું, “હવે તું કાઉન્ટર સંભાળ. તને કાંઈ આવડતું નથી. હું બજારમાંથી ચાલતો ચાલતો આવું છું.”
હવે પહેલો મુરખો બજારમાંથી ચાલતો ચાલતો આવ્યો. કાઉન્ટર પાસે આવીને 50 રૂપિયાની નોટ મૂકીને બીજા મુરખાને કહ્યું : “ એક કીલો ગોળ આપો ને.”
બીજો મુરખાએ પૂછયું : “બોટલ લાવ્યા છો ?”
******
એકવાર એક સ્કુલમાં ઈતિહાસના શિક્ષક રજા પર હતાં એટલે ઈતિહાસનો પીરીયડ વિજ્ઞાનના શિક્ષકને લેવો પડયો.
શિક્ષક કલાસમાં પ્રવેશ્યાં.
શિક્ષક (નટુને) : જા તો નટુ, એક ગ્લાસ પાણી લઈ આવ તો.
નટુ પાણી લઈ આવે છે.
શિક્ષક (કલાસના બાળકોને સંબોધી) : બાળકો, આ શું છે ?
બાળકો : ગ્લાસ છે, સાહેબ.
શિક્ષક : ગ્લાસમાં શું છે ?
બાળકો : પાણી છે, સાહેબ.(શિક્ષક ગ્લાસમાંથી થોડું પાણી પોતાની આંગળી પર રેડે છે.)
શિક્ષક : બાળકો, મારી આંગળી પર શું છે ?
બાળકો : ટીપું છે સાહેબ.
શિક્ષક : બસ તો, આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીશું.
No comments:
Post a Comment